Breaking News: શું MS ધોનીની મેદાન પર થશે વાપસી? LSG સામેની મેચ પહેલા સામે આવ્યુ મોટુ અપડેટ

MSD લખનઉ સામેની મેચ માટે ટીમ સાથે પ્રવાસ કરી શકે છે, જેનાથી ટીમમાં તેની વાપસીની અટકળો ફરી તેજ થઈ ગઈ છે. સંજુ સેમસનના 304 રનની મદદથી CSK હાલ 12 અંક સાથે પ્લેઓફ ની રેસમાં ટકેલી છે.

Breaking News: શું MS ધોનીની મેદાન પર થશે વાપસી? LSG સામેની મેચ પહેલા સામે આવ્યુ મોટુ અપડેટ
| Updated on: May 13, 2026 | 4:29 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ ના ફેન્સ માટે એક મોટી ખુશખબરી સામે આવી રહી છે. IPL 2026 ના સૌથી મહત્વના મોડ પર ટીમના માર્ગદર્શન અને પૂર્વ કેપ્ટન MS ધોનીના લખનઉ પ્રવાસ પર ટીમની સાથે આવવાની પ્રબળ શક્યતા છે. 15 મી મે એ લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ થનારા મુકાબલામા ધોનીની હાજરી ટીમના મનોબળે 7મા આસમાન પર પહોંચાડી શકે છે. CSK આ સમયે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાન પર છે અને પ્લેઓફની રેસમાં મજબુતી સાથે બનેલી છે. સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હારનો સામનો કર્યા બાદ પાંચમી વાર ચેમ્પિયન ટીમે શાનદાર વાપસી કરી અને છેલ્લી 8 મેચમાંથી 6 મેચમાં જીત નોંધાવી છે. ટીમની આ સફળતા પાછળ સંજુ સેમસનની વિસ્ફોટક બેટીંગ અને યુવા બોલર અંશુલ કંબોજની ધારદાર બોલિંગ નો મોટો હાથ છે.

ધોનીની વાપસીને લઈને મોટુ અપડેટ

MS ધોની આ સમગ્ર સીઝનમાં ઘણી ઈજાને કારણે મેદાનથી દૂર છે. ઈજાની ગંભીરતાને જોતા તેમણે આ વર્ષે ટીમની સાથે બહુ ઓછી યાત્રા કરી છે. અત્યાર સુધીમાં તે માત્ર હૈદરાબાદ અને મુંબઈ સામેની બાહરી મેચમાં જ ટીમની સાથે જોવા મળ્યા છે. જો કે, ક્રિકબઝની રિપોર્ટ અનુસાર CSK ના CEO કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે ધોનીની ટિકિટ લખનઉ જનારી ઈન્ડિગોની કોમર્શિયલ ફ્લાઈટમાં ટીમના અન્ય 60 સદસ્યો સાથે બુક કરવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય ધોની પર છે. પરંતુ તેની સાથે જવાની ખબરથી ફેન્સ ઘણા ઉત્સાહિત છે.

સંજુ સેમસન અને અંશુલ કંબોઝ, જીતના બે મોટા સ્તંભ

આ સીઝનમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સી માં CSL એ એક નવી ઊર્જા બતાવી છે. સંજુ સેમસન 304 રનો (બે સેન્ચ્યુ સાથે) ટીમના સૌથી સફળ બેટ્સમેન બનીને સામે આવ્યા છે. તો યુવા બોલર અંશુલ કંબોજે તેની રફ્તારથી સૌને પ્રભાવિત કર્યા છે અન તે 14 વિકેટો સાથે ટીમના લીડિંગ વિકેટ ટેકર છે. કોચ સ્ટીફન ફ્લેમિંગના માર્ગદર્શનમાં ટીમ ફરી એકવાર તેના જુના અંદાજમાં આવતી દેખાઈ રહી છે.

પ્લેઓફ ની રાહ, 16 અંકનો જાદુઈ આંકડો

CSK એ અત્યાર સુધીમાં 11 મેચમાંથી 6 મેચ જીતી છે, આ સાથે 12 અંક મેળવ્યા છે. પ્લેઓફમાં સુરક્ષિત સ્થાન બનાવવા માટે તેમણે બચેલી ત્રણ મેચમાંથી ઓછામાં ઓછી બે જીતવી પડશે. તો જ તે 16 અંક સુધી પહોંચી શકશે. ફેન્સને આશા છે કે ધોની લીગ સ્ટેજની અંતિમ ત્રણ મેચમાંથી કોઈ એકમાં મેદાન પર જરૂર ઉતરશે. ચેન્નાઈ સુપર કિંગ્સે 15 મે એ લખનઉ સુપર જાયન્ટ્સ, 18 મે એ સનરાઈજર્સ હૈદરાબાદ અને 21 મે એ ગુજરાત ટાઈટન્સ સામે રમવાની છે.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

Follow Us