Breaking News : મહેન્દ્ર સિંહ ધોની ટેક્સમાં માર્યો હેલિકોપ્ટર શોર્ટ, બિહાર-ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો

MS Dhoni Highest Taxpayer : નાણાકીય વર્ષ 26માં ઝારખંડ-બિહારમાંથી 20,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીઝારખંડ રાજ્યના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા વ્યક્તિ બન્યો છે.

Breaking News : મહેન્દ્ર સિંહ ધોની ટેક્સમાં માર્યો હેલિકોપ્ટર શોર્ટ, બિહાર-ઝારખંડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો
| Updated on: May 08, 2026 | 12:56 PM

MS Dhoni Highest Taxpayer : ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઝારખંડ અને બિહારમાંથી નાંણાકિય વર્ષ 2025-26 દરમિયાન 20,000 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બંન્ને રાજ્યોને સાથે મેળવી ભારત ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સૌથી મોટો ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બન્યો છે. આ એક સીનિયર અધિકારીએ માહિતી આપી છે. 2025-2026 દરમિયાન ઝારખંડ અને બિહરમાંથી ઈન્કમ ટેક્સ વિભાગનું કુલ કલેક્શન અંદાજે 20,000 કરોડ રુપિયા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની બંન્ને રાજ્યોને મેળવી સૌથી વધુ ટેક્સ આપનાર વ્યક્તિ બન્યો છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક સીનિયર અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી હતી.

ઈન્કમ ટેક્સના મુખ્ય કમિશનરે (બિહાર-ઝારખંડ) ડૉ. ડી. સુધાકર રાવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બિહાર અને ઝારખંડમાંથી કુલ કલેક્શન આશરે 20,000 કરોડ હતું. તેમાંથી 12,000 કરોડ એકલા ઝારખંડમાંથી જમા થયા છે.

ધોનીએ આપ્યો સૌથી મોટો ટેક્સ

તેમણે જણાવ્યું કે, કુલ કલેક્શનનો અંદાજે 70 ટકા ભાગ ટેક્સ ડિડક્શન એટ સોર્સ દ્વારા મળ્યો છે. રાવે કહ્યું કે, ગત્ત નાંણાકીય વર્ષ દરમિયાન બિહાર અને ઝારખંડને સાથે મેળવી એમએસ ધોની સૌથી વધારે વ્યક્તિગત ટેક્સ આપનાર વ્યક્તિ બન્યો હતો. તેમણે ધોનીના ચોખ્ખા ટેક્સ રિટર્ન વિશે માહિતી આપવાનું ટાળ્યું હતુ.

આ રહ્યા કોર્પોર્ટ જગતના સૌથી મોટા ટેક્સપેયર્સ

વ્યક્તિઓ ઉપરાંત, મોટી જાહેર ક્ષેત્રની કંપનીઓએ પણ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)
ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)
CMPDI
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી ખાણકામ પ્રવૃત્તિઓને અસર થઈ હોવા છતાં કલેક્શન સંતોષકારક રહ્યું છે.

ડૉ. સુધાકર રાવે પણ એક ચોંકાવનારા આંકડા શેર કર્યા. તેમણે જણાવ્યું કે, બિહાર અને ઝારખંડમાં કુલ 55 મિલિયન પાન કાર્ડ ધારકો છે, પરંતુ તેમાંથી ફક્ત 4 મિલિયન જ તેમના આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરે છે. વિભાગ હવે આઉટરીચ પ્રોગ્રામ દ્વારા આ સંખ્યા વધારવાનો પ્રયાસ કરશે.

 

IPL 2025માં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક અહી ક્લિક કરો

Follow Us