Breaking News: ₹100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, MS ધોનીને નહીં મળે VIP ટ્રીટમેન્ટ

IPL 2013ના સ્પોટ ફિક્સિંગ કૌભાંડ સાથે જોડાયેલા ₹100 કરોડના માનહાનિ કેસમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. ભૂતપૂર્વ IPS અધિકારી જી. સંપત કુમારની અરજી પર કોર્ટે ધોનીનું નિવેદન કોર્ટ પરિસર અથવા સરકારી ઇમારતમાં નોંધવાનો નિર્ણય કર્યો છે. સાથે જ નિવેદનના વીડિયો રેકોર્ડિંગ અને ન્યાયિક અધિકારીની દેખરેખની માંગ પણ સ્વીકારવામાં આવી છે.

Breaking News: ₹100 કરોડના માનહાનિ કેસમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, MS ધોનીને નહીં મળે VIP ટ્રીટમેન્ટ
MS Dhoni
Image Credit source: X
| Updated on: Sep 02, 2026 | 8:37 PM

મદ્રાસ હાઈકોર્ટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલા માનહાનિના કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસ IPL 2013ના સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડ સાથે સંબંધિત છે. ધોનીએ પોતાનું નામ આ કૌભાંડ સાથે જોડવા બદલ ભૂતપૂર્વ IPS અધિકારી જી. સંપત કુમાર સામે ₹100 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.

ધોની ફેમસ હોવાથી અન્યથી અલગ સુવિધા કેમ?

સંપત કુમારે કોર્ટમાં ધોનીનું નિવેદન નોંધવાની પ્રક્રિયા અંગે કેટલીક માંગણીઓ કરી હતી. તેમનું કહેવું હતું કે ધોની ફેમસ ક્રિકેટર હોવાના કારણે તેને અન્ય લોકો કરતાં અલગ સુવિધા આપવી જોઈએ નહીં. તેથી તેમનું નિવેદન કોઈ ફાઇવ સ્ટાર હોટલમાં નહીં, પરંતુ કોર્ટ પરિસર અથવા સરકારી ઇમારતમાં વીડિયો રેકોર્ડ કરવામાં આવે.

ધોનીને જવાબ સોગંદનામા દ્વારા રજૂ કરવાની તક

સંપત કુમારના વકીલોએ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના એક અગાઉના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દલીલો અને સંબંધિત આદેશની સમીક્ષા કર્યા બાદ ન્યાયાધીશ ગોવિંદરાજન તિલકાવડીએ સંપત કુમારની માંગણીઓ સ્વીકારી હતી. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે સુનાવણી બાદ ધોનીને પોતાનો જવાબ સોગંદનામા દ્વારા રજૂ કરવાની તક આપવામાં આવશે.

 

કોર્ટે ત્રણ મુખ્ય માંગણીઓને મંજૂરી આપી

કોર્ટે સંપત કુમારની ત્રણ મુખ્ય માંગણીઓને મંજૂરી આપી છે. પ્રથમ, ધોનીનું નિવેદન નોંધવાની પ્રક્રિયાની દેખરેખ માટે ન્યાયિક અધિકારીની નિમણૂક કરવામાં આવશે. બીજું, સમગ્ર નિવેદન પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે અને તેની સંપાદિત ન કરેલી નકલ સંપત કુમાર તથા કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીને આપવામાં આવશે. ત્રીજું, ધોનીનું નિવેદન કોર્ટ પરિસર અથવા સરકારી ઇમારતમાં જ નોંધાશે.

ધોનીએ 2014માં દાખલ કર્યો હતો માનહાનિનો કેસ

આ માનહાનિનો કેસ ધોનીએ વર્ષ 2014માં દાખલ કર્યો હતો. તેમાં ભૂતપૂર્વ IPS અધિકારી જી. સંપત કુમાર ઉપરાંત ઝી મીડિયા અને ન્યૂઝ નેશન નેટવર્ક સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ધોનીએ 2013ના IPL સટ્ટાબાજી કૌભાંડ સાથે પોતાનું નામ જોડવા બદલ ₹100 કરોડના નુકસાનની માંગ કરી હતી. હવે કોર્ટના આદેશ બાદ ધોનીનું નિવેદન કેવી રીતે અને ક્યારે નોંધાશે તેના પર સૌની નજર રહેશે.

Breaking News: 1.32 લાખથી વધુ દર્શકોની ક્ષમતા, હૈદરાબાદમાં 100 એકરમાં બનશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ

Published On - 8:16 pm, Wed, 2 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.