Breaking News : પાકિસ્તાનના કોચે કહ્યું-ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબુત ટીમ

પાકિસ્તાનના કોચ માઈક હેસને સ્વીકાર્યું છે કે, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ છે અને તેને હરાવવી એ દરેક ટીમ માટે એક મોટો પડકાર છે. દુનિયાની દરેક ટીમ તેની સામે સંધર્ષ કરી રહી છે.

Breaking News : પાકિસ્તાનના કોચે કહ્યું-ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વની સૌથી મજબુત ટીમ
Image Credit source: AI
| Updated on: Jul 03, 2026 | 8:26 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ હંમેશા શાનદાર ઉત્સાહ જોવા મળતો હોય છે પરંતુ હાલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર સતત દબાવ કર્યો છે. જેમાં પુરુષ ટીમ હોય કે પછી મહિલા ટીમ હોય. હવે પાકિસ્તાનના વ્હાઈટ બોલ મુખ્ય કોચ માઈક હેસને પણ ખુલ્લામાં એક વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે, ભારત વર્લ્ડ ક્રિકેટની સૌથી મજબુત ટીમ છે અને માત્ર પાકિસ્તાન જ નહિ પરંતુ દુનિયાની દરેક ટીમ તેની સામે સંધર્ષ કરી રહી છે.

ટીમ ઈન્ડિયાનું લેવલ ખુબ ઉપર

વર્ષ 2025માં પાકિસ્તાનની સીમિત ઓવરની ટીમની જવાબદારી સંભાળી રહેલા ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસને કહ્યું કે, ભારત વિરુદ્ધ મળેલી હારને અલગ નજરથી જોવાની જરુર છે. તેમનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાનું સ્તર અન્ય તમામ ટીમો કરતા ખુબ ઉપર છે. એક મીડિય સાથેની વાતચીતમાં હેસને કહ્યું કે, ગત્ત વર્ષે એશિયા કપમાં અમે ભારત વિરુદ્ધ મેચને છોડી દરેક મેચ જીતી હતી. સાચી વાત એ છે કે, હાલના સમયે દુનિયાની દરેક ટીમ ભારતને હરાવવા માટે સંધર્ષ કરી રહી છે. દરેક ટીમ માત્ર પાકિસ્તાન નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા એક દશકથી વધારેના સમયથી કોઈ દ્વિપક્ષીય સીરિઝ રમી નથી. બંને ટીમ માત્ર આઈસીસી અને એશિયાઈમાં આમને-સામે આવે છે. વર્ષ 2022 પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સતત જીત નોંધાવી છે. જેમાં 2025ના એશિયા કપમાં સતત 3 જીત અને 2026ના ટી20 વર્લ્ડકપમાં 61 રનથી મોટી જીત સામેલ છે.

કોચિંગ હેઠળ ટીમમાં સતત સુધારો

પાકિસ્તાનના મુખ્ય કોચે એવો પણ દાવો કર્યો હતો કે તેમના કોચિંગ હેઠળ ટીમમાં સતત સુધારો થયો છે. તેમણે કહ્યું, 2023 અને 2025 ની વચ્ચે, અમે ICC ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ ગયા. તેથી, જ્યાં સુધી તમે નિયમિતપણે મેચ જીતવાનું શરૂ ન કરો ત્યાં સુધી તમે વિશ્વની આઠમા ક્રમની ટોચની ટીમોને અચાનક પડકાર આપી શકતા નથી. અમારા માટે, એક વર્ષમાં અમારી લગભગ 20 ટકા મેચ જીતવાથી લગભગ ત્રણ ચતુર્થાંશ મેચ જીતવા સુધી જવું એ એક મોટી સિદ્ધિ છે.

જિન્ના પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા અને લિયાકત અલી ખાન વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us