Breaking News: ટીમ ઈન્ડિયાએ તક ન આપી, હવે ઈંગ્લેન્ડમાં આ ટીમ માટે રમશે ભારતનો સ્ટાર ખેલાડી

ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડીને ઈંગ્લેન્ડ પ્રવાસ પર T20I માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, અને ODI શ્રેણી માટે ટીમમાં સામેલ થવા છતાં તેને એક પણ મેચમાં તક મળી નહીં. ઈંગ્લેન્ડ સિરીઝમાં તો ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીને તક ના મળી, પણ હવે તેને ઈંગ્લેન્ડમાં જ નવી ટીમ મળી ગઈ છે.

Breaking News: ટીમ ઈન્ડિયાએ તક ન આપી, હવે ઈંગ્લેન્ડમાં આ ટીમ માટે રમશે ભારતનો સ્ટાર ખેલાડી
Kuldeep Yadav
Image Credit source: X
| Updated on: Jul 22, 2026 | 6:38 PM

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે, જ્યાં ટીમને T20 અને ODI બંને શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બંને શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનાં પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટના નિર્ણયોની ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને એક મેચ બાદ તક અપાવામાં ન આવતા અબેક સવાલો થયા. ટીમ ઈન્ડિયાએ તો કુલદીપને તક ન આપી, પરંતુ હવે તેને એક નવી ટીમ મળી ગઈ છે. કુલદીપ ઈંગ્લેન્ડમાં રહીને યોર્કશાયર કાઉન્ટી માટે રમતા જોવા મળશે.

કુલદીપ યાદવ ઈંગ્લેન્ડમાં રમશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણીની અંતિમ મેચ 19 જુલાઈના રોજ રમાઈ હતી. કુલદીપને ત્રણ મેચની ODI શ્રેણીમાં એક પણ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહીં. જોકે, શ્રેણી સમાપ્ત થવા છતાં કુલદીપનો ઈંગ્લેન્ડ પ્રવાસ ચાલુ જ છે, કારણ કે ભારતીય સ્પિનરને હવે ત્યાં સ્થાનિક ક્રિકેટમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે આગામી કેટલીક મેચો માટે  ​​કુલદીપ સાથે કરાર કર્યો છે.

 

કુલદીપ પાંચ ODI અને ત્રણ કાઉન્ટી મેચ રમશે

યોર્કશાયર દ્વારા બુધવાર, 22 જુલાઈના રોજ એક ખાસ નિવેદનમાં કુલદીપ સાથે કરાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, કુલદીપ પાંચ ODI અને ત્રણ કાઉન્ટી મેચ રમવા માટે ક્લબનો ભાગ બનશે. નિવેદનમાં, યોર્કશાયર દ્વારા કહેવામાં આવ્યું છે કે, “યોર્કશાયર CCC ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડી કુલદીપ યાદવ સાથે કરાર કરવાની જાહેરાત કરતા ખુશ છે. કુલદીપ વ્હાઇટ રોઝ માટે પાંચ મેટ્રો બેંક વન ડે કપ મેચ અને ત્રણ રોથેસે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમશે.”

યોર્કશાયરે કુલદીપને સાઈન કર્યો

યોર્કશાયરએ કુલદીપને વિદેશી ખેલાડી ક્વોટા હેઠળ સાઈન કર્યો છે, અને તે શુક્રવાર, 24 જુલાઈના રોજ વન ડે કપ મેચ માટે ટીમનો ભાગ બનશે. ગ્લેમોર્ગન સામેની આ મેચ અંગ્રેજી સ્થાનિક ક્રિકેટમાં તેનું ડેબ્યૂ છે. કુલદીપ પહેલીવાર કાઉન્ટી ક્લબ માટે રમી રહ્યો છે. તેના આગમનથી યોર્કશાયરના બોલિંગ આક્રમણને મજબૂતી મળશે. કુલદીપે 121 વન ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 194 વિકેટ લીધી છે.

Breaking News: માત્ર 1 પોઈન્ટથી નંબર-1 બનવાનું ચૂકી ગયો શુભમન ગિલ, હાથમાંથી સરકી ગયું ટોચનું સ્થાન

Follow Us