Breaking News : OUT કે NOT OUT? ઈશાન કિશનના કેચ પર થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે થયો WIનો ખેલાડી, VIDEO વાયરલ

લખનૌમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટી20 મેચમાં વિવાદ સામે આવ્યો છે. જ્યારે મૈથ્યુ ફોર્ડના કેચ પર ત્રીજા અમ્પાયરે ઈશાન કિશનને આઉટ આપ્યો ન હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : OUT કે NOT OUT? ઈશાન કિશનના કેચ પર થર્ડ અમ્પાયરના નિર્ણયથી ગુસ્સે થયો WIનો ખેલાડી, VIDEO વાયરલ
| Updated on: Oct 07, 2026 | 10:56 AM

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી ટી20 મેચમાં એક વિવાદ સામે આવ્યો છે. જ્યારે ઈશાન કિશનના કેચને લઈ થર્ડ અમ્પાયરનો નિર્ણય લેવો પડ્યો હતો. મૈથ્યુ ફોર્ડે બાઉન્ડ્રીની પાસે ડ્રાઈવ કરી બોલ પકડ્યો હતો. તેમજ વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓને પુરો વિશ્વાસ હતો કે, ઈશાન કિશન આઉટ થઈ ચૂક્યો છે. પરંતુ રિપ્લે જોયા બાદ થર્ડ અમ્પાયરે ઈશાન કિશનને નોટઆઉટ આપ્યો હતો. આ નિર્ણયથી વેસ્ટઈન્ડિઝના ખેલાડી ખુબ નારાજ જોવા મળી રહ્યા હતા.

આ ઘટના ભારતની ઈનિગ્સની 11મી ઓવરના પાંચમા બોલ પર બની હતી. સ્પિંગરના બોલ પર ઈશાન કિશને બૈકફુટથી શોર્ટ રમતા બોલને ડીપ કવર તરફ હવામાં મોકલ્યો હતો. તેમજ ફીલ્ડિંગ કરી રહેલા મૈથ્યુ ફોર્ડે બોલ પકડવા માટે સ્પીડમાં દોડ લગાવી હતી. ડ્રાઈવ લગાવી કેચ પકડ્યો હતો.

વીડિયો થયો વાયરલ

પહેલી નજરમાં લાગતું હતુ કે, ફોર્ડે શાનદાર કેચ પકડ્યો છે.વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ખેલાડીએ જોરદાર અપીલ કરી હતી. વિકેટ મળ્યા પછી જશ્ન મનાવવાની તૈયારી કરી હતી. થોડા સમય માટે સ્કોરબોર્ડ પર ઈશાન કિશનનું નામ આગળ કેચ આઉટ જોવા મળ્યું હતુ. પરંતુ ફીલ્ડ અમ્પાયરે આ મામલે છેલ્લા નિર્ણય માટે થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી.

 

 

 

ટીવી રિપ્લેમાં ફોર્ડના જમીન પર પડતી વખતે બોલમાં તેની પકડને લઈ સવાલો ઉભા થયા હતા. એવું જોવા મળ્યું હતુ કે, કદાચ કેચ લેતી વખતે બોલ જમીન સાથે ટચ થયો હતો. થર્ડ અમ્પાયરે અલગ અલગ એન્ગલથી રિપ્લેને અનેક વખત દેખાડ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશનને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

વેસ્ટ ઈન્ડિઝ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયા

નિર્ણય જાહેર થતાં જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી. કેરેબિયન ટીમનું માનવું હતું કે ,ફોર્ડે સ્પષ્ટપણે કેચ લીધો હતો. જોકે, અમ્પાયરે તેમના નિર્ણયને માન્ય રાખ્યો, અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ તે સ્વીકારવો પડ્યો. ઈશાન કિશન માટે આ જીવનદાન ભારત માટે નિર્ણાયક સમયે આવી. રન ચેઝમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત નબળી રહી, બંને ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસનને વહેલા ગુમાવી દીધા. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટનનો પરિવાર જુઓ, ભાઈ ક્રિકેટર અને ગર્લફ્રેન્ડ મોડલ અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.