Breaking News : RCBના હેડ કોચે અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો! BCCIએ દંડ ફટકાર્યો

RCBના હેડ કોચ એન્ડી ફ્લોવર પર આઈપીએલના એક મોટા નિયમ તોડવાને લઈ દંડ ફટકારવામાં આવ્યો છે. એન્ડી ફ્લોવર પર આ ગુનો રાયપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મેચ બાદ લગાવવામાં આવ્યો છે.જુઓ શું છે સમગ્ર વિવાદ

Breaking News : RCBના હેડ કોચે અમ્પાયર સાથે દુર્વ્યવહાર કર્યો! BCCIએ દંડ ફટકાર્યો
| Updated on: May 11, 2026 | 12:00 PM

RCB તો મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જીતી ગઈ પરંતુ આ મેચ દરમિયાન એક નિયમના ઉલ્લંધનને લઈ હેડ કોચ ખુદ બચી શક્યા નહી. આરસીબીના હેડ કોચ એન્ડી ફ્લોવર પર સજા માટે મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની મેચ ફીમાં 15 ટકા કપાય છે. આઈપીએલમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્યારસુધી આ સીઝનમાં માત્ર ખેલાડીઓ કે ટીમના કેપ્ટન પર દંડ ફટકારવામાં આવ્યો હતો. કોઈ ટીમના હેડ કોચ પર લાગેલો આ પહેલો દંડ છે.

એન્ડી ફ્લોવર કેમ દંડ લાગ્યો?

હવે સવાલ એ છે કે, એન્ડી ફ્લોવર પર દંડ કેમ લાગ્યો ? તેની મેચફીમાં 15 ટકા કાપ મુકવામાં કેમ આવ્યો. તો હવે આ સવાલનો જવાબ અમ્પાયર સાથે તેની બબાલને લઈ જોડાયેલો છે. એન્ડી ફ્લોવરે મેચમાં આરસીબીની ઈનિગ્સની 18મી ઓવર દરમિયાન ચોથા અમ્પાયરની સાથે મામલો ગરમાયો હતો. તેનું પરિણામએ આવ્યો કે,તેના પર દંડ ફટકારવામાં આવ્યો હતો.

આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, એન્ડી ફ્લોવરે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે આઈપીએલના કોડ ઓફ કંડક્ટની કલમ 2.3 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

એન્ડી ફ્લાવરના કોચિંગ હેઠળ RCBનું મજબૂત પ્રદર્શન

એન્ડી ફ્લોવરની કોચિંગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.અત્યારસુધી 11 મેચમાં 7 મેચમાં જીત છે અને તેના 14 પોઈન્ટ છે. આરસીબીનો 1.103 નેટ રન રેટ પણ આઈપીએલ 2026માં કોઈ પણ ટીમની તુલનામાં સૌથી શાનદાર છે.આવી સ્થિતિમાં, આ ટીમ પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત લાગે છે. પ્લેઓફમાં પહોંચવાનો અર્થ એ થશે કે ,તે સતત બીજા IPL ટાઇટલ જીતવાની દિશામાં એક ડગલું નજીક જશે.

ફ્લાવર દંડ ફટકારનારો પહેલા હેડ કોચ

આઈપીએલ 2026માં દંડ મેળવનાર એન્ડી ફ્લોવર પહેલો હેડ કોચ છે. અત્યારસુધી દંડ માત્ર કોઈ ખેલાડી કે કેપ્ટન પર જ લાગ્યો છે. જે કેપ્ટનો પર અત્યારસુધી દંડ લાગ્યો છે. તેમાં ઋતુરાજ ગાયકવાડ,શ્રેયસ અય્યર, શુભમન ગિલ જેવા નામ છે.ભુવી હાલમાં IPL 2026 માટે પર્પલ કેપમાં ટોપ પર છે, તેણે 11 ઇનિંગ્સમાં 21 વિકેટ લીધી છે.

 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, આઈપીએલના ટીમના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us