
આઈપીએલ 2026ની બીજી ક્વોલિફાયર મેચ શુક્રવારના રોજ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની હાર બાદ મેદાન બહાર એક નવી ધમાલ મચી છે. આ મેચમાં 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 96 રનની ઈનિગ્સ રમી હતી. રાજસ્થાન રોયલ્સને 214ના સ્કોર સુધી પહોંચાડી હતી. પરંતુ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલની શાનદાર બેટિંગ આગળ આ સ્કોર નાનો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી જીત મેળવી રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી. આ કારમી હાર બાદ રાજસ્થાન રોયલ્સના પૂર્વ સહ માલિક રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમણે ક્રિકેટ ચાહકો અને સમગ્ર રમત જગતને ચોંકાવી દીધું હતુ.
રાજસ્થાન રોયલ્સ મેચ હારતા રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કેટલીક હાર પોઈન્ટ ટેબલથી પણ મોટી હોય છે અને કર્મનું પોતાનું એક પ્લેઓફ હોય છે. રાજ કુંદ્રાના આ નિવેદનને સીધી રીતે રાજસ્થાન રોયલ્સના માલિક અને હાલમાં ટીમની ખરીદી વેચાણની ડીલ પર તીખો પ્રહારના રુપમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સામે આવતા જ ક્રિકેટ ચાહકો અને જુની સ્પોર્ટ ફિક્સિંગ વિવાદ અને ટીમના માલિકના હકને લઈ ચાલી રહેલા કાનુની જંગ ફરીથી ચર્ચામાં આવી છે.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા વર્ષ 2009માં રાજસ્થાન રોયલ્સની ટીમનો પાર્ટનર હતો પરંતુ વર્ષ 2013માં જ્યારે આઈપીએલને બદનામ સ્પોર્ટ ફિક્સિંગ અને સટ્ટાબાજીનો કેસ સામે આવ્યો હતો.રાજ કુંદ્રાનું નામ ચર્ચામાં આવ્યુ અને ટીમની કિસ્મત બદલી હતી. ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટે દ્વારા બનાવેલી નવી કમેટીએ રાજ કુંદ્રા પર ક્રિકેટ સાથે જોડાયેલી દરેક ગતિવિધિ સામેલ થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ મોટા વિવાદના કારણ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને ટીમના તમામ પદ પરથી દુર થવું પડ્યું હતુ. ખુદ રાજસ્થાન રોય્લસની ટીમ પર પણ 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.
Some losses are bigger than the points table. Karma has its own playoffs.
— Raj Kundra (@onlyrajkundra) May 29, 2026
રાજ કુંદ્રાની આ નારજગીનું સાચું કારણ રાજસ્થાન રોયલ્સ ની ટીમ નવા હાથમાં જવું એ હતુ. રાજસ્થાન રોયલ્સને લક્ષ્મી મિત્તલ ગ્રુપે અંદાજે 13,700 કરોડ રુપિયામાં ખરીદી હતી.