Breaking News : ગત્ત વખતની તુલનામાં આઈપીએલ ચેમ્પિયનની પ્રાઈઝમની કેટલી છે ? જાણો

આઈપીએલ 2026 સીઝનની વિજેતા આજે મળશે. આરસીબી અને ગુજરાતની ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને થશે. તો આઈપીએલની પ્રાઈઝમનીને લઈ ચાહકોમાં ક્રેઝ છે. તો ચાલો જોઈએ કોને કેટલા રુપિયા મળશે.

Breaking News : ગત્ત વખતની તુલનામાં આઈપીએલ ચેમ્પિયનની પ્રાઈઝમની કેટલી છે ? જાણો
Image Credit source: whisk photo
| Updated on: May 31, 2026 | 9:03 AM

આઈપીએલ 2026ની સીઝન હવે છેલ્લા પડાવ પર છે. સીઝનની ફાઈનલિસ્ટ ટીમ નક્કી થઈ ચૂકી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણે આઈપીએલની ચેમ્પિયન ટીમ મળશે. એકબાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું બીજી વખત ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે તો. ગુજરાત ટાઈટન્સની ટીમ પણ ઘર આંગણે ટ્રોફી જીતી ચાહકોને ખુશ કરવા માંગશે. ક્વોલિફાયર-1માં આરસીબીએ ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં હરાવ્યું હતુ. ત્યારે હવે એ જોવું રસપ્રદ રહેશે કે, આરસીબી ફરી આવું પ્રદર્શન કરશે કે, પછી ગુજરાત ટાઈટન્સની ટીમ ગત્ત હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

આઈપીએલમાં પ્રાઈઝમનીને લઈ ચર્ચા

આઈપીએલમાં ખર્ચ થનારા પૈસાથી લઈ પ્રાઈઝ મની માં સૌની ન નજર રહે છે અને ચર્ચા પણ વધારે થાય છે. ટીમને મળનારી પ્રાઈઝમની સિવાય અનેક એવોર્ડ પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ,ફેયર પ્લે એવોર્ડ સામેલ છે. આજે અમે તમને જણાવીશું કે, આ તમામ એવોર્ડ અને તેમાં આપવામાં આવતી પ્રાઈઝમની વિશે. તો ચાલો જાણીએ. આ વખતે જીતનારી ટીમને કેટલી પ્રાઈઝ મની મળશે?

46 કરોડથી વધારે પ્રાઈઝમની

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બરો્ડ આઈપીએલ 2026 માટે 46.5 કરોડ રુપિયાથી વધારે એવોર્ડનું પુલ નક્કી કર્યું છે. રિપોર્ટ અનુસાર જે ટીમ આ સીઝનની ચેમ્પિયન બનશે. તેને આઈપીએલ ટ્રોફીની સાથે 20 કરોડ રુપિયા મળશે. જે આખી સીઝના સંધર્ષ અને શાનદાર પ્રદર્શનનું સૌથી મોટું ઈનામ વિજેતા ટીમના ખાતામાં જશે. ગત્ત વખત પણ વિજેતા આરીસીબીની ટીમને આટલા રુપિયા મળ્યા હતા. તો ઉપવિજેતા ટીમને 13 કરોડ રુપિયા મળ્યા હતા.

 

એવોર્ડ પ્રાઈઝ મની
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ 1  લાખ
ફેન્ટસી કિંગ ઓફ ધ મેચ 1  લાખ
સુપર સિક્સ ઓફ ધ મેચ 1  લાખ
ઓન ધ ગો ૪એસ ઓફ ધ મેચ 1  લાખ
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ મેચ 1  લાખ
પ્લેયર ઓફ ધ મેચ 5 લાખ
ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન 10 લાખ
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન કાર
ફેન્ટસી કિંગ 10 લાખ
સુપર સિક્સ ઓફ ધ સિઝન 10 લાખ
ઓન ધ ગો ૪એસ ઓફ ધ સિઝન 10 લાખ
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ સિઝન 10 લાખ
કેચ ઓફ ધ સિઝન 10 લાખ
ફેર પ્લે એવોર્ડ ટ્રોફી
પર્પલ કેપ 10 લાખ
ઓરેન્જ કેપ 10 લાખ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન 15 લાખ
પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ 50 લાખ

 

Breaking News : વિરાટ કોહલી કે શુભમન ગિલ એકબીજા વિરુદ્ધ કોને રેકોર્ડ શાનદાર જાણો અહી ક્લિક કરો

Published On - 9:03 am, Sun, 31 May 26

Follow Us