Breaking News : પોઈન્ટ ટેબલમાં તમારી ફેવરિટ ટીમ ક્યા સ્થાને છે? જાણો આ ટીમ ફરી નંબર 1 બની

IPL 2026 Points Table : આઈપીએલમાં અત્યારસુધી કુલ 11 મેચ રમાઈ છે. દરેક ટીમે અંદાજે 2-2 મેચ રમી છે. પરંતુ હજુ પણ 3 ટીમ એવી છે. જેનું ખાતું ખોલ્યું નથી.

Breaking News : પોઈન્ટ ટેબલમાં તમારી ફેવરિટ ટીમ ક્યા સ્થાને છે? જાણો આ ટીમ ફરી નંબર 1 બની
| Updated on: Apr 06, 2026 | 9:54 AM

આઈપીએલ 2026 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દબદબો જોવા મળ્યો હતો. એક બાજુ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું છે તો બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની ટીમ છે. બંન્ને ટીમે સીઝનમાં વિસ્ફોટક શરુઆત કરી છે. આ માટે બંન્ને વચ્ચે પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને રહેવાની જંગ ચાલી રહી છે.સીઝનની 9મી મેચ પછી આ ટેબલમાં પહેલું સ્થાન મેળવનારી રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 24 કલાકની અંદર નીચે આવી હતી કારણ કે, ચેમ્પિયન ટીમ આરસીબીએ ફરી નંબર 1ની ખુરશી પર કબજો કર્યો છે.

 

 

LSGનું ખોલ્યું ખાતું

રવિવાર 5 એપ્રિલના રોજ રમાયેલી આઈપીએલની 19મી સીઝનમાં 2 મેચ રમાઈ હતી. જેમાં પહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમે 5 વિકેટથી મેચ જીતી પોતાનું ખાતું ખોલાવ્યું હતુ. ટીમની 2 મેચમાં આ પહેલી જીત છે. તેને 2 પોઈન્ટ મળ્યા છે. તો હૈદરાબાદની ટીમની આ 3જી મેચમાં બીજી હાર હતી. હૈદરાબાદના પણ હજુ 2 પોઈન્ટ છે. હાર પછી નેટ રનરેટના કારણે હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાને છે. જ્યારે લખનૌની ટીમ સાતમાં સ્થાને પહોંચી છે.

 

 

 

કઈ ટીમ ક્યાં સ્થાને?

પહેલા નંબર પર આરસીબીની ટીમ, બીજા નંબર પર રાજસ્થાનની ટીમ,ત્રીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ જ્યારે પંજાબ કિંગ્સની ટીમ ચોથા સ્થાને છે. અન્ય ટીમની જો વાત કરવામાં આવે તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છઠ્ઠા સ્થાને છે. 11 મેચ પછી માત્ર ગુજરાત ટાઈટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ એવી ટીમ છે. જેનું ખાતું હજુ સુધી ખોલ્યું નથી. ચેન્નાઈ એવી ટીમ છે. જે 3 મેચ હારી છે. તો ગુજરાત અને કોલકાતા 2-2 મેચ હારી છે. માત્ર NRRના કારણે ગુજરાત આઠમાં સ્થાને અને કેકેઆરની ટીમ નવમાં તેમજ ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લા સ્થાને છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us