
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં પાવરપ્લેમાં 105 રન બનાવીને ઇતિહાસ રચ્યો. આ 2026 સિઝનની પ્રથમ છ ઓવરમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. પંજાબ કિંગ્સ સામેની મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ભારે તબાહી મચાવી હતી. અભિષેક શર્માએ પ્રથમ છ ઓવરમાં 300 ના સ્ટ્રાઇક રેટથી રમતા 66 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સ સામે પહેલી છ ઓવરમાં 105 રન બનાવી સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો. આ મેચમાં એક દિવસ પહેલા જ, રાજસ્થાન રોયલ્સે RCB સામે પાવરપ્લેમાં 97 રન બનાવ્યા હતા જે આ સિઝનનો સૌથી મોટો પાવરપળે સ્કોર હતો જે હવે SRHના નામે થઈ ગયો છે. તે મેચમાં, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારીને બોલરો સામે તબાહી મચાવી હતી.
This form of brotherhood pic.twitter.com/Tm6DjzN3u4
— SunRisers Hyderabad (@SunRisers) April 11, 2026
સનરાઇઝર્સ હૈદરાબાદ IPLના ઇતિહાસમાં ત્રણ અલગ-અલગ પ્રસંગોએ પાવરપ્લેમાં 100 કે તેથી વધુ રન બનાવનારી પહેલી ટીમ છે. SRH એ અગાઉ 2024 માં દિલ્હી કેપિટલ્સ સામે છ ઓવરમાં 125 રન બનાવ્યા હતા, જે IPLમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. તે જ સિઝનમાં, હૈદરાબાદે લખનૌ સુપરજાયન્ટ્સ સામે પ્રથમ છ ઓવરમાં 107 રન બનાવ્યા હતા.
125 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS દિલ્હી કેપિટલ્સ
107 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS લખનૌ સુપર જાયન્ટ્સ
105 રન – સનરાઇઝર્સ હૈદરાબાદ VS પંજાબ કિંગ્સ
105 રન – કોલકાતા નાઈટ રાઈડર્સ VS રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
100 રન – ચેન્નાઈ સુપર કિંગ્સ VS પંજાબ કિંગ્સ
આ મેચમાં અભિષેક શર્માએ 28 બોલમાં 74 રન બનાવ્યા, જ્યારે તેના ઓપનિંગ પાર્ટનર ટ્રેવિસ હેડે 23 બોલમાં 38 રન બનાવ્યા. SRH માટે તેણે મળીને 9 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા. અભિષેક અને હેડે ફક્ત બાઉન્ડ્રીથી 94 રન બનાવ્યા. અભિષેક હવે તેના IPL કારકિર્દીમાં 2,000 રન પૂરા કરવાથી માત્ર 76 રન દૂર છે.