Breaking News : આ નિયમને કારણે લુન્ગી એન્ગિડી ફિટ હોવા છતાં આજે રમી શકશે નહી

આઈપીએલ 2026ની 35મી મેચમાં એક ગંભીર ઘટના બની હતી. જેનાથી આખી સ્ટેડિયમ ચોંકી ગયું હતુ. કેચ પકડવાના પ્રયત્નમાં લુન્ગી એન્ગિડી ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેમણે મેદાન છોડી બહાર જવું પડ્યું હતુ. પરંતુ આજે તે ફિટ હોવા છતાં મેચ રમી શકશે નહી. તો શું છે નિયમ જાણો.

Breaking News : આ નિયમને કારણે લુન્ગી એન્ગિડી ફિટ હોવા છતાં આજે રમી શકશે નહી
| Updated on: May 01, 2026 | 11:26 AM

ઈન્ડિયન પ્રીમિયર 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટકકર થઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સની ઈનિગ્સની ત્રીજી ઓવરમાં એક ગંભીર ઘટના બની હતી.જેનાથી આખી સ્ટેડિયમ ચિંતામાં આવી ગયું હતુ. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર પ્રિયાંશ આર્યએ શોર્ટ રમ્યો અને હવા ગયો . મિડ ઓફ પર ઉભેલા લુન્ગી એન્ગિડી કેચ પકડવા દયો અને બોલ તેના હાથમાંથી છુટી ગયો હતો. આ કારણે એન્ગિડીએ સીધો જમીન પર પડ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.હવે દિલ્હી કેપિટલ્સે પોતાના સ્ટાર ફાસ્ટ બોલરની વાપસીને લઈ પુષ્ટિ કરી છે.

લુન્ગી એન્ગિડીએ પ્રેક્ટિસ શરુ કરી

સાઉથ આફ્રિકા માટે રમી રહેલા લુન્ગી એન્ગિડીને માથામાં ઈજા થઈ હતી. હવે તે સ્વસ્થ થયો છે. દિલ્હી કેપિટલ્સે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની બોલિંગ પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આઈપીએલ 2026માં આજે દિલ્હી કેપિટ્લસની મેચ છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હીનો સામનો રાજસ્થાન રોયલ્સને પડકારવાનો છે.

 

 

લુન્ગી એન્ગિડી આજે રમી શકશે નહી

ફિટ હોવા થતાં લુન્ગી એન્ગિડી આજે દિલ્હી કેપિટ્લની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકશે નહી. આનું કારણ આઈસીસીનો એક નિયમ છે. લુન્ગી એન્ગિડીને માથામાં ઈજા થઈ હતી. આ કારણે તે દિલ્હી કેપિટલ્સને કનેકશન સબસ્ટીટ્યુટ મળ્યું હતુ. આ કારણે વિપરાજ નિગમ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયો હતો. જૂન 2025માં આઈસીસી દ્વારા લાગુ કન્કશન નિયમ અનુસાર જો કોઈ ખેલાડી કન્કશનના કારણે મેચમાંથી બહાર થઈ જાય છે. તો તે અનિવાર્ય રુપથી 7 દિવસ સુધી ક્રિકેટમાંથી દુર રહેવું પડશે. લુન્ગી એન્ગિડીને 25 એપ્રિલના રોજ ઈજા થઈ હતી. આ કારણે તે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમશે નહી.

મિચેલ સ્ટાર્ક રમવાની આશા

આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે મિચેલ સ્ટાર્ક રમી શકે છે. અત્યારસુધી તેમણે સીઝનમાં એક પણ મેચમાં ભાગ લીધો નથી. તે ખંભા અને કોણીની ઈજામાંથી રિકવર થઈ રહ્યો હતો. ગત્ત અઠવાડિયે તે ભારત આવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને એક મેથી રમવાની પરવાનગી આપી હતી. ત્યારે સ્ટાર્ક રાજસ્થાન વિરુદ્ધ મેદાનમાં ઉતરી શકે છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us