Breaking News : લાઈવ મેચ દરમિયાન થઈ મોટી ભૂલ, જે મેચ LSG જીત્યું, આ મેચમાં SRHની જીત પણ પાક્કી હતી, જુઓ VIDEO

SRH vs LSG મેચમાં એક ભૂલ ન હોત તો SRH વિરુદ્ધ LSG મેચનું પરિણામ કદાચ અલગ હોત. LSG ની જીત તરફ દોરી જતી બોલ પર જ થયેલી ભૂલ સામે અપીલ કરવામાં SRHની નિષ્ફળતા મોંઘી સાબિત થઈ.

Breaking News : લાઈવ મેચ દરમિયાન થઈ મોટી ભૂલ, જે મેચ LSG જીત્યું, આ મેચમાં SRHની જીત પણ પાક્કી હતી, જુઓ VIDEO
| Updated on: Apr 06, 2026 | 10:29 AM

ક્રિકેટમાં એક ભૂલ પણ બાજી પલટી નાંખે છે. આવું જ કાંઈ લખનૌ સુપર જાયન્ટસ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાયેલી મેચમાં થયું હતુ. આ મેચની ફાઈનલનું પરિણામ એવું આવ્યું કે, લખનૌ સુપર જાયન્ટસે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હાર આપી હતી, પરંતુ આ વસ્તુ બાજી પલટાવી શકતી હતી. જો હૈદરાબાદથી આ ભૂલ ના થઈ હોત. સરળ શબ્દોમાં કહીએ તો જે મેચ લખનૌએ જીતી તેમાં હૈદરાબાદની જીત પણ પાક્કી હતી. જેમાં લખનૌના ખેલાડીએ કરી ભૂલ પડકારી હોત તેમજ તેના વિરુદ્ધ અપીલ કરી હોત તો પરિણામ અલગ હોત.

LSGની નહીં પરંતુ SRHની જીત પાક્કી હતી

હવે તમે વિચારી રહ્યા હશો કે, સનરાઈઝર્સ હૈદરાબાદે કઈ વસ્તુને લઈ અપીલ કરી નથી. તો લખનૌના ક્યા ખેલાડીએ કઈ મોટી ભૂલ કરી હતી. આ બંન્ને સવાલોના જવાબ બોલ સાથે જોડાયેલા છે. જેના પર લખનૌ સુપર જાયન્ટસની જીત મળી હતી. લખનૌની જીત જોવા મળતી હતી તે સમયે હૈદરાબાદની જીત પણ પાક્કી હતી. આ માટે સનરાઈઝર્સ હૈદરાબાદને લખનૌની ટીમના ખેલાડી આવેશ ખાનથી થયેલી એક ભૂલ હતી. તેના સામે અપીલ કરવામાં આવી હોત તો પરિણામ અલગ હોત. પરંતું આવું ન કરવું હૈદરાબાદ માટે નુકસાનકારક સાબિત થયું છે.

 

 

 

LSGને મોંઘી પડી શકતી હતી આવેશ ખાનની આ ભૂલ

હવે સવાલ એ છે કે, આવેશ ખાનથી શું ભૂલ થઈ હતી. લખનૌની જીત માટે છેલ્લી ઓવરના 2 બોલ પર 1 રન બનાવવાનો હતો. પંત સ્ટ્રાઈક પર હતો. તેમણે જયદેવ ઉનડકટની ઓવરની 5મી બોલ પર બોલ બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. આ દરમિયાન બાઉન્ડ્રીની બહાર ઉભેલા લખૌના ખેલાડી આવેશ ખાને એક ભૂલ કરી હતી. તેમણે બોલને બાઉન્ડ્રી પાર કરતા પહેલા બેટથી રોક્યો હતો. ક્રિકેટમાં આને લઈ નિયમ અને કાયદા છે. પરંતુ હૈદરાબાદથી આ ભૂલ થઈ તેમણે કદાચ ધ્યાન પણ ન આપ્યું. જે કામ આવેશ ખાને કર્યું હતુ.

 

 

 

શું કહે છે ક્રિકેટનો નિયમ?

ICCના કોડ ઓફ કંડક્ટ 20.1 મુજબ નોન ફીલ્ડરની દખલગીરી બાદ બોલને ડેડ બોલ જાહેર કરી શકાતો હતો. ICC કાયદા 41 હેઠળ, તેને અયોગ્ય રમત ગણી શકાય. તેના બદલે, અમ્પાયર SRH ને 5 રનનો દંડ ફટકારી શક્યા હોત.

SRHની અપીલ ન કરવી મોંઘી સાબિત થઈ

સ્પષ્ટપણે, LSGને જીતવા માટે બે બોલમાં માત્ર 1 રન નહીં, પરંતુ 6 રન બનાવવા પડ્યા હોત, જે જયદેવ ઉનડકટ જેવા SRH બોલર માટે મુશ્કેલ કાર્ય હોત. જોકે, એવું બન્યું નહીં કારણ કે SRH એ અપીલ કરી ન હતી. પરિણામે, મેચ SRH માટે હાર અને LSG માટે જીતમાં સમાપ્ત થઈ.

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us