Breaking News : 20 મેચ અને ડબલ હેડર પછી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી, 2 ટીમો એક પણ મેચ હારી નથી

આઈપીએલના પોઈન્ટ ટેબલમાં ફરી એક વખત ફેરફાર જોવા મળ્યો છે. શનિવાર અને રવિવારના રોજ ડબલ હેડર મેચ રમાઈ હતી. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો. અત્યારસુધી 20 મેચ રમાઈ ચૂકી છે.

Breaking News : 20 મેચ અને ડબલ હેડર પછી પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી, 2 ટીમો એક પણ મેચ હારી નથી
| Updated on: Apr 13, 2026 | 11:17 AM

આઈપીએલની આ સીઝનમાં અત્યારસુધી 20 મેચ રમાઈ ચૂકી છે. શનિવાર અને રવિવારના 2-2 મેચ રમાઈ હતી. ડબલ હેડર મેચ પછી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અત્યારસુધી રમાયેલી મેચમાં 2 ટીમ એવી છે. જેમણે અત્યારસુધી એક પણ મેચ હારી નથી. ટુંકમાં જીતતી આવી છે. આ વચ્ચે ચાલો આપણે પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો 20 મેચ પછી કઈ ટીમ સૌથી આગળ છે.

આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હાર આપી

રવિવારના રોજ આઈપીએલ 2026ની મહત્વની મેચ રમાઈ હતી. આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં આરસીબીએ ફરી એક વખત જીત મેળવી છે. આરસીબીએ 240 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો પરંતુ મુંબઈએ પણ 222 રન બનાવ્યા હતા. ટુંકમાં આરસીબી આટલા વધારે રન બનાવ્યા બાદ મોટી જીત મેળવી શકી ન હતી. તેને 2 પોઈન્ટ મળ્યા છે.

રાજસ્થાન ટોપ પર

આ વચ્ચે પોઈન્ટ ટેબલમાં જો નજર કરીએ તો. ખબર પડે કે, રાજસ્થાન રોયલ્સની ટીમે 4 મેચ રમી 8 પોઈન્ટ થયા છે. તેનો રન રેટ પણ ખુબ સારો છે. ટીમ હાલમાં પહેલા નંબર પર છે. પંજાબ કિંગ્સે પણ 4 મેચ રમી છે. તેમાંથી 3 મેચ જીતી છે. તો તેની પાસે 7 પોઈન્ટ છે. ટીમની એક મચ વરસાદના કારણે રદ થઈ હતી. આ માટે તેને એક પોઈન્ટ મળ્યો હતો. ટુંકમાં 2 ટીમ એવી છે. જે આઈપીએલની આ સીઝનમાં અત્યારસુધી એક પણ મેચ હારી નથી.

 

 

આરસીબીની ટીમ ત્રીજા નંબર પર

આરસીબીએ પણ 4 મેચ રમી છે. તેમાંથી 3 મેચમાં જીત મેળવી છે. તેમજ એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની પાસે 6 પોઈન્ટ છે અને ત્રીજા નંબર પર છે. દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ અને લખૌની ટીમ 4-4 મેચ રમી 2-2 મેચ પોતાને નામ કરી છે. આ તમામ ટીમ પાસે 4-4 પોઈન્ટ છે. દિલ્હી ચોથા સ્થાને ગુજરાત ટાઈટન્સ પાંચમા સ્થાને અને લખનૌની ટીમ છઠ્ઠા સ્થાને છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ 4-4 મેચ રમી છે. એક એક મેચ જીતી છે. ટુંકમાં આ ટીમ પાસે 2 પોઈન્ટ છે. હૈદરાબાદની ટીમ નંબર 7 પર, મુંબઈ ઈન્ડિયન્સ 8 અને સીએસકેની ટીમ 9માં સ્થાને છે. તો કેકેઆરની ટીમ 10માં સ્થાને છે. ટીમે 4 મેચ રમી છે અને એક પણ મેચ જીતવામાં સફળતા મળી નથી, એક મેચ વરસાદના કારણે ધોવાય ગઈ છે. જેના માટે તેને એક પોઈન્ટ મળ્યો છે. ટુંકમાં ટીમનું ખાતું ખુલી ગયું છે. પરંતુ જીત હજુ સુધી આવી નથી.

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Published On - 10:29 am, Mon, 13 April 26

Follow Us