Breaking News : શરમજનક હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે, જાણો શું છે સમીકરણ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026ની પહેલી ક્વોલિફાયર મેચમાં ધમાકેદાર શરુઆત થઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ગુજરાત ટાઈટન્સને હરાવી ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે. કેપ્ટન રજત પાટીદાર અણનમ 93 રનની ઈનિગ્સ રમી હતી. ગુજરાત ટાઈટન્સની ટીમ હાર મળ્યા છતાં ફાઈનલમાં પહોંચી શકે છે.

Breaking News :  શરમજનક હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે, જાણો શું છે સમીકરણ
Image Credit source: canva
| Updated on: May 27, 2026 | 10:25 AM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર શરુઆત કરી ક્વોલિફાયર 1 ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં હરાવ્યું હતુ. કેપ્ટન રજત પાટીદારે શાનદાર રમત દેખાડી હતી. 93 રનની ઈનિગ્સ રમી હતી. 254નો સ્કોર કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 162 રનમાં જ સમેટાય ગઈ હતી. આ હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સની ટીમ પાસે ફાઈનલમાં સ્થાન બનાવવાની તક છે તો ચાલો આજે આપણે આ સમીકરણો વિશે જાણીએ.

પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર

શુભમન ગિલે આરસીબી વિરુદ્ધ ટોસ જીતી આ મેચમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેંકટેશ અય્યર અને વિરાટ કોહલીએ ઓપનિંગ કર્યા બાદ કેપ્ટન રજત પાટીદાર મેદાનમાં આવ્યો હતો. તેમણે ઈતિહાસ રચી દીધો હતો. આરસીબીએ પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમ બની હતી. રજત પાટીદારે 33 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 46 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ જેકબ ડફીએ 3 વિકેટ લઈ ગુજરાત ટાઈટન્સને દબાણમાં લાવ્યો હતો. રસિક સલામે એક ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આરસીબીએ ગુજરાત ટાઈટન્સની આખી ટીમને 162 રનમાં સમેટી લીધી હતી.

ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચવાના સમીકરણ

લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં રહેનારી ટીમો પ્લેઓફમાં સ્થાન બનાવે છે. પહેલા અને બીજા સ્થાને રહેલી ટીમ ક્વોલિફાયર રમે છે. જેમાં પહેલા ક્વોલિફાયર અને બીજા નંબરની ટીમને રમવાની તક મળે છે. અહી જે ટીમ જીતે છે. તે સીધી આઈપીએલની ફાઈનલમાં પહોંચે છે. આરસીબીએ ગુજરાતને હરાવી ફાઈનલની ટિકિટ પાક્કી કરી છે. હારનારી ટીમ ગુજરાત ટાઈટન્સને બીજી ક્વોલિફાયર રમવાની તક મળે છે.

પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમ એલિમિનેટર મેચ રમે છે. અહી હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થાય છે. જીતનારી ટીમ ક્વોલિફાયર 2માં રમવાની તક મળે છે. ટુંકમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ જીતનારી ટીમ ગુજરાત ટાઈટન્સ સાથે રમશે. જો શુભમન ગિલની ટીમ અહી જીત મેળવે છે. તો તે સીધી ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us