AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026માં લાઈવ મેચમાં વૈભવ સૂર્યવંશી સાથે બેસી મોબાઈલનો ઉપયોગ કરનાર સામે BCCIની કાર્યવાહી

RCB સામેની મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો ટીમ મેનેજર ડગઆઉટમાં બેઠા-બેઠા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. 15 વર્ષીય બેટ્સમેન વૈભવ પણ તેની સાથે બેઠો હતો. ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરવો IPLના નિયમોની વિરુદ્ધ છે. આ મામલે વિવાદ વધતા હવે BCCI એ કાર્યવાહી કરી છે,

Breaking News: IPL 2026માં લાઈવ મેચમાં વૈભવ સૂર્યવંશી સાથે બેસી મોબાઈલનો ઉપયોગ કરનાર સામે BCCIની કાર્યવાહી
mobile controversyImage Credit source: X
| Updated on: Apr 13, 2026 | 4:52 PM
Share

રાજસ્થાન રોયલ્સ મેનેજર દ્વારા મેચ દરમિયાન ડગઆઉટમાં બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો મામલો હવે આગળ વધી રહ્યો છે. આ ઘટના પર વધી રહેલા હોબાળા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર, BCCI એ રોયલ્સ ટીમ મેનેજર રોમી ભિંડરને નોટિસ મોકલી છે, જેમાં તેના ફોનના ઉપયોગ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ નોટિસ તેને બોર્ડના એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) દ્વારા મોકલવામાં આવી છે.

લાઈવ મેચમાં મોબાઈલ ફોનનો ઉપયોગ

આ ઘટના 10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ દરમિયાન બની હતી. જ્યારે રાજસ્થાન બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે ટીમ મેનેજર ભિંડર ડગઆઉટ પાસે બેઠો હતો અને પોતાનો મોબાઇલ ફોન વાપરી રહ્યો હતો. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી તેની બાજુમાં બેઠો હતો અને તે પણ ફોનમાં જોઈ રહ્યો હતો. મેચ પછી તરત જ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

BCCIએ RR મેનેજરને નોટિસ મોકલી

એક અહેવાલ મુજબ, BCCIએ સોમવાર, 13 એપ્રિલના રોજ ભીંડરને નોટિસ મોકલીને આ ઘટનાનો ખુલાસો માંગ્યો છે. ACSU એ ભિંડરને 48 કલાકની અંદર ખુલાસો કરવા માટે નોટિસ જારી કરી છે કે તેણે ડગઆઉટ પાસે બેસીને પોતાનો મોબાઇલ ફોન કેમ વાપર્યો હતો. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો ન હતો.

એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન

આમ છતાં, ફોનનો ઉપયોગ PMOA (પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા) ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે, અને તેથી મેનેજર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. IPL માં PMOA મુજબ ફક્ત ટીમ મેનેજર અને સિક્યોરિટી મેનેજરને જ ફોન રાખવાની પરવાનગી છે. જો કે, આ પરવાનગી ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત છે. ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરી શકાતો નથી, જે એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય કારણોસર પરવાનગી મળી

જોકે, રિપોર્ટમાં જણાવાયું છે કે ભિંડરને તાજેતરમાં જ BCCI તરફથી ડગઆઉટમાં પોતાનો ફોન રાખવાની પરવાનગી મળી હતી. તેનું કારણ ભિંડરનું સ્વાસ્થ્ય હતું. ભિંડર IPL શરૂ થયા પહેલા ફેફસાના રોગથી પીડાતો હતો અને લાંબો સમય ICUમાં હતો. સ્વસ્થ થયા પછી તેણે આ આધાર પર પરવાનગી માંગી હતી કે સ્વાસ્થ્યના કારણોસર તે વારંવાર ફોનનો ઉપયોગ કરવા માટે ડગઆઉટથી ડ્રેસિંગ રૂમમાં જઈ શકતો નથી. જોકે, તેણે હવે તેના જવાબમાં સમજાવવું પડશે કે તે ફોનનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યો હતો અને તેના જવાબના આધારે નિર્ણય લેવામાં આવશે.

Breaking News: હૈદરાબાદમાં થશે રનનો વરસાદ ! વૈભવ-અભિષેક મચાવશે ધમાલ, જાણો SRH-RRનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">