Breaking News : ગુજરાત ટાઈટન્સ સામે એલિમિનેટર મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની વધુ મુશ્કેલી, અડધી ટીમ થઈ બહાર

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુલ્લાનપુરમાં યોજાનારી એલિમિનેટર મેચ પહેલા મુંબઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. MIની અડધી ટીમ મેચ પહેલા જ બહાર થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સના પાંચ ખેલાડીઓ એલિમિનેટર મેચમાં નહીં રમે. જાણો શું છે સમગ્ર મામલો?

Breaking News : ગુજરાત ટાઈટન્સ સામે એલિમિનેટર મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની વધુ મુશ્કેલી, અડધી ટીમ થઈ બહાર
Mumbai Indians
Image Credit source: PTI
| Updated on: May 30, 2025 | 5:18 PM

IPL 2025ની એલિમિનેટર મેચમાં મુલ્લાનપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ‘કરો યા મરો’ નો મુકાબલો છે. જે ટીમ જીતશે તે બીજા ક્વોલિફાયરમાં જશે અને જે ટીમ હારશે તે IPLમાંથી બહાર થઈ જશે. જોકે, આ મેચ પહેલા જ મુંબઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. ગુજરાતનો સામનો કરતા પહેલા, મુંબઈએ પાંચ વિકેટ ગુમાવી દીધી છે અને તેની અડધી ટીમ પહેલાથી જ બહાર થઈ ગઈ છે.

5 ખેલાડીઓ એલિમિનેટર મેચમાં નહીં રમે

મુંબઈ ઈન્ડિયન્સની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા પાંચ ખેલાડીઓ એલિમિનેટર મેચમાં જોવા મળશે નહીં. રાયન રિકોલ્ટન, કોર્બિન બોશ અને વિલ જેક્સ ત્રણેય મુંબઈ ઈન્ડિયન્સ છોડીને પોતાના દેશમાં ચાલ્યા ગયા છે. વિલ જેક્સ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI શ્રેણી રમી રહ્યા છે, ત્યારે રિકેલ્ટન અને બોશ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની તૈયારી માટે દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા છે.

 

ચહર-તિલકનું પણ રમવું મુશ્કેલ

મુંબઈ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે તેના બે મોટા મેચ વિનર ભારતીય ખેલાડીઓ પણ એલિમિનેટર મેચમાંથી બહાર થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ તિલક વર્મા અને દીપક ચહર વિશે, જે ઈજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. બંને ખેલાડીઓ ચંદીગઢ એરપોર્ટ પર લથડતા જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓ છેલ્લી મેચમાં પંજાબ સામે ફ્લોપ સાબિત થાય હતા.

 

મુંબઈ ટીમમાં કોણ રમશે?

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી પાંચ મોટા ખેલાડીઓ બહાર છે, તેથી પ્રશ્ન એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં કોનો સમાવેશ થશે. જોની બેયરસ્ટોનું એલિમિનેટર મેચમાં રમવું નિશ્ચિત છે. આ ઉપરાંત, વિલ જેક્સની જગ્યાએ ચરિત અસલાંકા પણ પ્લેઈંગ ઈલેવનમાં જોડાઈ શકે છે. આ મેચમાં મુંબઈને પણ સાવધ રહેવાની જરૂર છે કારણ કે તેનો ગુજરાત સામે ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. મુંબઈએ ગુજરાત સામે માત્ર બે મેચ જીતી છે જ્યારે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: IPL 2025 : જો RCB ચેમ્પિયન નહીં બને તો હું છૂટાછેડા લઈશ… ફાઈનલ પહેલા મોટું નિવેદન થયું વાયરલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો