
ભારતીય ટીમ આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026ના ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ છે. સેમિફાઈનલમાં પહોચવા માટે ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના હાથે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની સફર વર્લ્ડકપમાં પૂર્ણ થઈ હતી. તો ટીમ ઈન્ડિયાની હારના કારણે સાઉથ આફ્રિકાને સેમિફાઈનલમાં સ્થાન મળ્યું છે. બીજી બાજું ઓસ્ટ્રિલાયાએ કોઈ પણ મેચ ગુમાવ્યા વગર સીધી સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે.
લૉર્ડસમાં રમાયેલી આ મેચમાં માત્ર ભારત જ નહી પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ અને ચાહકોની નજર હતી. આ ગ્રુપમાંથી ઓસ્ટ્રેલિયાએ સેમિફાઈનલમાં સ્થાન પહેલા પાક્કી કરી હતી. જ્યારે બીજા સ્થાન માટે ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ટકકર હતી. ભારત ઓસ્ટ્રેલિયાની ટકકર પહેલા સાઉથ આફ્રિકાએ આ મેદાન પર પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં બાંગ્લાદેશને હરાવી 8 પોઈન્ટ બનાવ્યા હતા. પરંતુ તેનો નેટ રનરેટ ભારતથી ઓછો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાને આગળ વધવા માટે માત્ર એક જીતની જરુર હતી.
ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના માટે સ્મૃતિ મંધાના-શેફાલી વર્મા એ શાનદાર શરુઆત કરી હતી. પાવર પ્લે પછી બંન્નેની સ્પીડ ધીમી પડી હતી. ઈનિગ્સની 10મી ઓવરમાં 66ના સ્કોર પર આ પાર્ટનરશીપ તુટી અને 12મી ઓવરમાં સ્મૃતિ મંધાના પર રન આઉટ થઈ હતી. મંધાનાએ 12મી ઓવર સુધી ક્રિઝ પર હતી. પરંતુ 37 બોલમાં માત્ર 38 રન બનાવી શકી હતી.
ત્યારબાદ હરમનપ્રીત કૌરે જેમિમા રોડ્રિગ્ઝ સાથે ઈનિગ્સ આગળ વધારી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર રનનો ઢગલો કર્યો તો જેમિમાને સારી સફળતા મળી રહી ન હતી. હરમનપ્રીત કૌરે સતત 3 સિક્સ સાથે 25 બોલમાં ફિફ્ટી પુરી કરી અને ભારતીય ટીમને 170 રન સુધી પહોંચાડી હતી.મહિલા T20 વર્લ્ડ કપના એક મહત્વપૂર્ણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું.