
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફરી એક વખત ચેમ્પિયન બની છે. આઈપીએલ 2026ની સીઝન પુરી થઈ છે. આરસીબીએ બેક ટુ બેક ટાઈટલ જીત્યા છે. આરસીબીની ટીમ 2025માં 17 વર્ષનો દુષ્કાળ પૂર્ણ થયો હતો. પહેલો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. હવે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રજત પાટીદારની ટીમ સફળતાપૂર્વક ખિતાબ બચાવવા સફળ રહી હતી.
ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની ટીમે આરસીબીને જીત માટે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને આ ચેમ્પિયન ટીમે 12 બોલ અને 5 વિકેટ બાકી રહેતા સરળતાથી ચેઝ કર્યો હતો. વિરાટ કોહલી આસીબીની જીતનો હીરો રહ્યો છે.
જેમણે 75 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. હવે આઈપીએલ 2026 પછી ફરી એક વખત ક્રિકેટ ચાહકોની નજર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર છે. તો ચાલો ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ જોઈએ.ભારતીય ખેલાડીઓને આઈપીએલ 2026 પૂર્ણ થયા બાદ વધારે આરામ મળવાનો નથી. 6 જૂનથી ભારતની ઈન્ટરનેશનલ કેલેન્ડર ફરી એક વખત શરુ થશે. ભારતીય ક્રિકેટ ટીમની પહેલી સીરિઝ અફઘાનિસ્તાન સાથે છે.
ભારત પ્રવાસ પર આવી રહેલી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે એક ટેસ્ટ અને 3 મેચની વનડે સીરિઝ રમશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સીનિયર ખેલાડીઓ જે ટેસ્ટ અને ટી20 મેચમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. તે હવે સીધા વનડે સીરિઝમાં રમતા જોવા મળશે. તો ચાલો એક નજર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર કરીએ.
News
Presenting #TeamIndia‘s squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June #INDvAFG pic.twitter.com/hFiABALLld
— BCCI (@BCCI) May 19, 2026
ટેસ્ટ મેચ 6 જૂન થી 10 જૂન, ન્યુ ચંદીગઢ
પહેલી વનડે 13 જૂન, ધર્મશાળા
બીજી વનડે, 17 જૂન લખનૌ
ત્રીજી વનડે , 20 જૂન ચેન્નાઈ
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ પહેલા જ અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ અને વનડે સીરિઝ માટે સ્કવોડની જાહેરાત કરી દીધી છે. વનડે સીરિઝમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની પસંદગી ફિટનેસ પર છે. હવે આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ પણ સામે આવ્યું છે.