
વૈભવ સૂર્યવંશીએ આખરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે. ડાબા હાથના આ બેટ્સમેનએ હરારેમાં ઝિમ્બાબ્વે સામેની પહેલી T20Iમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. સૂર્યવંશીએ માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. વધુમાં, તે સૌથી નાની ઉંમરે સૌથી ઝડપી T20 અડધી સદી પણ ફટકારનાર ખેલાડી છે. વૈભવ સૂર્યવંશીએ ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જોકે, તે પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયો હતો. વૈભવે 19 બોલમાં 50 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડમાં સતત ત્રણ T20 મેચમાં નિષ્ફળ જવા છતાં, સૂર્યવંશીએ પોતાની રમત બદલી ન હતી. ડાબા હાથના બેટ્સમેન પહેલા બોલથી જ આક્રમક રમત બતાવી હતી. તેણે બીજા બોલ પર એક સિંગલ લીધો અને પછી ઝિમ્બાબ્વેના ઇન-ફોર્મ રિચાર્ડ નગારવાને નિશાન બનાવ્યો. રિચાર્ડનો પહેલો બોલ ડોટ રહ્યો, પરંતુ બીજા બોલ પર સૂર્યવંશીએ એક અદભુત છગ્ગો ફટકાર્યો. આ છગ્ગો 99 મીટરનો હતો. આ ઓવરમાં, સૂર્યવંશીએ બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 20 રન બનાવ્યા. ચોથી ઓવરમાં, સૂર્યવંશીએ એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા. પાંચમી ઓવરમાં સૂર્યવંશીએ મુઝારાબાની બોલ પર એક છગ્ગો અને બે ચોગ્ગા ફટકાર્યા.
વૈભવ સૂર્યવંશીએ પોતાની અડધી સદી સાથે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો છે. સૂર્યવંશીએ 15 વર્ષ અને 118 દિવસની ઉંમરે T20I અડધી સદી પૂરી કરી હતી. પૂર્ણ સભ્ય ટીમમાં અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝે 17 વર્ષ અને 296 દિવસની ઉંમરમાં T20 ઈન્ટરનેશનલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી પણ છે. વૈભવે 16 વર્ષ 213 દિવસની ઉંમરમાં પાકિસ્તાન સામે આ કારનામું કરનાર સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.
Published On - 7:43 pm, Thu, 23 July 26