AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 405 રનનો તોફાન, નબી-બ્રારની જોરદાર ધુલાઈ, 51 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ભારત સામે ODI શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ કરી અને પહેલીવાર ODIમાં 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ મેચમાં ભારતના ફાસ્ટ બોલરો આકિબ અને ગુરનૂરે શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.

Breaking News: 405 રનનો તોફાન, નબી-બ્રારની જોરદાર ધુલાઈ, 51 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
Aaqib Nabi, Gurnoor BrarImage Credit source: PTI/X
| Updated on: Sep 30, 2026 | 7:27 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચમાં કેરેબિયન બેટ્સમેનોએ ભારતીય બોલરોની જબરદસ્ત ધુલાઈ કરી. ગુવાહાટીના મેદાન પર પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટે 405 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ODI ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 400 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ મેચમાં આકિબ નબી અને ગુર્નુર બ્રારની જોરદાર ધુલાઈ થઈ.

51 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ફાસ્ટ બોલર આકિબ નબીનું આંતરરાષ્ટ્રીય ODI ક્રિકેટમાં ડેબ્યૂ ખૂબ જ ખરાબ રહ્યું હતું. પોતાની ડેબ્યૂ મેચ રમતા આકિબ પોતાની સંપૂર્ણ 10 ઓવર પૂરી કરી શક્યો નહીં, તેણે માત્ર 8.5 ઓવરમાં 84 રન આપીને એક પણ વિકેટ લીધી નહીં. આ સાથે, તે ભારત માટે ODI ડેબ્યૂમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો. તેણે કરસન ઘાવરીનો 51 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.

વનડે ડેબ્યૂમાં ભારત માટે સૌથી મોંઘા બોલિંગ સ્પેલ

84 રન (8.5 ઓવર) – આકિબ નબી vs વેસ્ટ ઈન્ડિઝ (ગુવાહાટી, 2026) 83 રન (11 ઓવર) – કરસન ઘાવરી vs ઇંગ્લેન્ડ (લોર્ડ્સ, 1975) 76 રન (10 ઓવર) – મોહમ્મદ સિરાજ vs ઓસ્ટ્રેલિયા (એડિલેડ, 2019)

આકિબ નબી-ગુર્નૂર બ્રારની જોરદાર ધુલાઈ

બીજી બાજુથી, ફાસ્ટ બોલર ગુર્નુર બ્રારનો દેખાવ પણ સારો રહ્યો નહીં. તેણે બે વિકેટ લીધી હોવા છતાં, તેણે પોતાની 10 ઓવરમાં 96 રન આપ્યા. આ ODI ક્રિકેટમાં કોઈપણ ભારતીય બોલર દ્વારા ફેંકવામાં આવેલો ચોથો સૌથી મોંઘો સ્પેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ યાદીમાં ટોચના ચાર સ્પેલમાંથી બે આ વર્ષે જ ગુર્નુર બ્રાર દ્વારા નોંધાયેલા અણગમતા રેકોર્ડ છે.

વનડેમાં સૌથી વધુ રન આપનારા ભારતીય બોલરો

106 રન – ભુવનેશ્વર કુમાર vs દક્ષિણ આફ્રિકા (વાનખેડે, 2015) 102 રન – વિનય કુમાર vs ઓસ્ટ્રેલિયા (બેંગલુરુ, 2013) 97 રન – ગુર્નુર બ્રાર vs ઇંગ્લેન્ડ (લોર્ડ્સ, 2026) 96 રન – ગુર્નુર બ્રાર vs વેસ્ટ ઈન્ડિઝ (ગુવાહાટી, 2026)

વનડેમાં ભારત સામે સૌથી મોટો સ્કોર

438/4 – દક્ષિણ આફ્રિકા (વાનખેડે, 2015) 411/8 – શ્રીલંકા (રાજકોટ, 2009) 405/7 – વેસ્ટ ઈન્ડિઝ (ગુવાહાટી, 2026) 389/4 – ઓસ્ટ્રેલિયા (સિડની, 2020) 387/3 – ઈંગ્લેન્ડ (લોર્ડ્સ, 2026)

Breaking News: ‘કિંગ’ વિરાટ કોહલી અને ‘પ્રિન્સ’ શુભમન ગિલ વચ્ચે ICC રેન્કિંગમાં નંબર-1 ની મજેદાર જંગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">