Breaking News: ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રગીત પહેલા ગાયું ‘વંદે માતરમ’, લખનૌમાં જોવા મળ્યું અદભુત દૃશ્ય

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20 મેચ શરૂ થાય તે પહેલાં લખનૌના એકાના સ્ટેડિયમમાં એક ખાસ દૃશ્ય જોવા મળ્યું. રાષ્ટ્રગીત પહેલાં ‘વંદે માતરમ’ વગાડવામાં આવ્યું અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સાથે મળીને ગીત ગાયું હતું. ઘરઆંગણે રમાયેલી શ્રેણીની પહેલી મેચમાં જોવા મળેલી આ ઘટનાએ સ્ટેડિયમમાં હાજર ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Breaking News: ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રગીત પહેલા ગાયું ‘વંદે માતરમ’, લખનૌમાં જોવા મળ્યું અદભુત દૃશ્ય
team india
Image Credit source: X
| Updated on: Oct 06, 2026 | 8:20 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની પહેલી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ શરૂ થવા પહેલા બંને ટીમના ખેલાડીઓ મેદાન પર રાષ્ટ્રગીત માટે હાજર હતા. જોકે રાષ્ટ્રગીત પહેલા વંદે માતરમ વગાડવામાં આવ્યું હતું અને ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ સાથે મળીને વંદે માતરમ ગાયું હતું.

રાષ્ટ્રગીત પહેલાં વંદે માતરમ

વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી પહેલા અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણીમાં પણ દિલ્હીમાં રમાયેલી પહેલી T20 મેચમાં રાષ્ટ્રગીત પહેલાં વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. ઘણા ચાહકો BCCIના આ નિર્ણયથી ખુશ હતા, તો કેટલાકે તેના પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક તો ત્યાં સુધી કહી ગયા કે ખેલાડીઓ પોતે વંદે માતરમ ગીત જાણતા નથી. જોકે, એવું લાગે છે કે BCCI દરેક ઘરેલુ શ્રેણીની પહેલી મેચમાં રાષ્ટ્રગીત પહેલા વંદે માતરમ વગાડશે અને દરેક ખેલાડીઓ વંદે માતરમ ગાશે.

 

ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

લખનૌ T20 ની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌની પીચ લાલ અને કાળી માટી બંનેના મિશ્રણથી બનેલી છે, તેથી શ્રેયસ અય્યરે કહ્યું કે ટીમ ઈન્ડિયા રનચેઝ કરવાનું પસંદ કરશે.

વૈભવ બહાર, નમન ધીરનું ડેબ્યૂ

ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં વૈભવ સૂર્યવંશીનો સમાવેશ કર્યો ન હતો, જ્યારે ઓલરાઉન્ડર નમન ધીરને T20 ડેબ્યૂની તક મળી હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે નમન ધીરને તેની T20 ડેબ્યૂ કેપ આપી હતી. નમન ધીરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

 

ભારતની પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નમન ધીર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મયંક યાદવ.

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારીયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડ, રોસ્ટન ચેઝ, અકેલ હોસીન, શેમર સ્પ્રિંગર, શેમર જોસેફ.

Breaking News : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ

Published On - 8:20 pm, Tue, 6 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.