Breaking News: સંજુ સેમસનનું નસીબ જ ખરાબ છે? પહેલીવાર કોઈ ખેલાડી સાથે થયું આવું

ભારતીય વિકેટકીપર બેટર સંજુ સેમસન ફરી એકવાર સદી ફટકારવાથી ચૂકી ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રાંચી T20માં તેણે 41 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ સદી સુધી પહોંચી શક્યો નહોતો. આ વર્ષે તેની સાથે કંઈક એવું બન્યું છે, જે T20 ક્રિકેટના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.

Breaking News: સંજુ સેમસનનું નસીબ જ ખરાબ છે? પહેલીવાર કોઈ ખેલાડી સાથે થયું આવું
Sanju Samson
Image Credit source: X
| Updated on: Oct 09, 2026 | 9:45 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી અને 41 બોલમાં 82 રન બનાવ્યા હતા. નવ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથેની આ ઇનિંગે ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામે T20નો સર્વોચ્ચ સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ભારતીય ટીમ 20 ઓવરમાં 249 રન બનાવવામાં સફળ રહી હતી. સંજુ સેમસને આ મેચમાં શાનદાર બેટિંગ કરી, પરંતુ તે કમનસીબ પણ રહ્યો. તેની પાસે સદી ફટકારવાની તક હતી પરંતુ તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. સંજુ સેમસન વિશ્વનો પહેલો બેટ્સમેન છે જે T20માં એક કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત 80 થી 90 ની વચ્ચે આઉટ થયો હતો.

સંજુ સેમસન ત્રણ T20 સદી ચૂકી ગયો

રાંચીમાં 82 રન બનાવી આઉટ થયો એ પહેલા, સંજુ સેમસન અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે 89 રન બનાવ્યા હતા. તેણે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે પણ 89 રન બનાવ્યા હતા. સ્પષ્ટપણે, સેમસન પાસે ત્રણેય મેચમાં સદી ફટકારવાની તક હતી, પરંતુ તે બન્યું નહીં. જો સેમસન ત્રણેય ઇનિંગ્સને સદીમાં રૂપાંતરિત કરે, તો તેના પર સવાલ ઉઠાવનારાઓ ચૂપ રહેત. જોકે આ વાત સંજુ સેમસનને પરેશાન કરતી નથી.

રાંચીમાં શાનદાર ઇનિંગ પછી સેમસને શું કહ્યું?

પોતાની શાનદાર ઇનિંગ બાદ સંજુ સેમસને કહ્યું કે રાંચીમાં પ્રેક્ટિસ દરમિયાન તેને વિકેટ માટે એક ફિલિંગ હતી. સેમસનએ કહ્યું, “ગઈકાલે, પ્રેક્ટિસ દરમિયાન, મને સમજાયું કે બોલ ઝડપથી આવશે અને નીચો રહેશે. અમારે દરેક બોલ પર મોટા શોટ રમવાના હતા. મેં ફક્ત બોલ અનુસાર રમવાનો પ્રયાસ કર્યો. મેં મારા શોટ્સનું અગાઉથી પ્લાનિંગ કર્યું ન હતું. એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે તમારા પર હંમેશા દબાણ રહેશે, તમે ફક્ત પ્રોફેશનલ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. T20 ફોર્મેટમાં પરિણામો તમારા હાથમાં નથી, તમારે ચોક્કસ રીતે રમવું પડશે. મારું કામ દેશ માટે સારું રમવાનું છે. અમે સારો સ્કોર કર્યો છે.”

Breaking News: 42 વર્ષની ઉંમરે એબી ડી વિલિયર્સે 37 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, 11 છગ્ગા ફટકાર્યા

Published On - 9:44 pm, Fri, 9 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.