પિચ પર થયો ડ્રામા, યશસ્વી જયસ્વાલ અજીબોગરીબ આઉટ થયો, જુઓ Video

Yashasvi Jaiswal Run out : આવી રીતે કોણ આઉટ થાય છે ભાઈ, વીડિયો જોઈ તમને પણ ગુસ્સો આવશે. જ્યારે યશસ્વી જ્યસ્વાલની ઈનિગ્સનો અંત આવ્યો તો બધા જોતા રહી ગયા.

પિચ પર થયો ડ્રામા, યશસ્વી જયસ્વાલ અજીબોગરીબ આઉટ થયો, જુઓ Video
| Updated on: Aug 15, 2026 | 2:31 PM

ગોલ ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં યશસ્વી જ્યસ્વાલની ઈનિગ્સનો નાટકીય રીતે અંત જોવા મળ્યો હતો. શાનદાર ફોર્મમાં જોવા મળતા યશસ્વી જ્યસ્વાલ ન તો કોઈ શોર્ટ માર્યો અને ભૂલ પણ કરી ન હતી. નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભો હતો પરંતુ તેમ છતાં તેમણે વિકેટ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ પરિણામે ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો. ભારતની પહેલી વિકેટ 47 રનના સ્કોર પર પડી હતી.

યશસ્વીની ઈનિગ્સનો અંત

યશસ્વી જ્યસ્વાલની વિકેટ ગોલ ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં ભારતની 11મી ઓવરમાં પડી હતી. તે રન આઉટ થયો હતો. 11મી ઓવરમાં કેશારા નુઆંથાના બોલ પર સ્ટ્રાઈક પર ઉભેલા કે.એલ રાહુલે મિડ ઓનની તરફ શોર્ટ રમ્યો હતો. જેમણે ફીલ્ડ કરવા માયે કેશારા નુઆંથા ખુદ આગળ વધ્યો હતો. આ પ્રયત્નનમાં નુઆંથા નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા યશસ્વી સાથે ટકરાયો હતો. નુઆંથા સાથે ટકરાયે બાદ યશસ્વી નીચે પડી ગયો હતો. તે ઉભો થયો પરંતુ પછી સ્ટ્રાઈકર એન્ડ તરફ જતા પહેલા નોન સ્ટ્રાઈક એન્ડ તરફ આવ્યો હતો.

 

 

 

આ વચ્ચે કે.એલ રાહુલ પણ દોડીને નૌન સ્ટ્રાક એન્ડ પર પહોંચ્યો હતો. એટલામાં પ્રભાત જયસૂર્યાએ બોલને ફીલ્ડ કરી વિકેટકીપર ડિકવેલાને આપ્યો હતો. તેમણે બેલ્સ ઉડાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ 32 રન બનાવીને આઉટ થયો

પિચ પર થયેલા આ ડ્રામા પછી યશસ્વી જયસ્વાલ રન આઉટ થયો હતો. તેમણે ક્રિઝ છોડવું પડ્યું હતુ. યશસ્વી જયસ્વાલ જ્યારે આઉટ થયો ત્યારે 37 બોલમાં 32 રન બનાવી રમી રહ્યો હતો. જે અંદાજમાં તે બેટિંગ કરી રહ્યો હતો. તેનાથી સ્પષ્ટ જોવા મળતું હતુ કે, પિચ પર યશસ્વી રનનો ઢગલો કરશે. ગોલમાં ટીમ ઈન્ડિયા પોતાની 600મી ટેસ્ટ મેચ રમી રહી છે. જેમાં કેપ્ટન ગિલે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

 

Breaking News : ભારતે 600મી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.