IND vs SL: પડિકલની સદી, રાહુલની ફિફ્ટી… ભારતીય બેટ્સમેનોએ બતાવ્યો કલાસ, શ્રીલંકન બોલરો વિકેટ માટે તરસ્યા

ભારત-શ્રીલંકા ગાલે ટેસ્ટનો પહેલો દિવસ ભારતના નામે રહ્યો હતો. દેવદત્ત પડિકલ અને કેએલ રાહુલે દમદાર ઇનિંગ રમી હતી. જેના કારણે શ્રીલંકા ફક્ત બે જ વિકેટ લઈ શક્યું અને ભારતે મોટો સ્કોર બનાવ્યો. જોકે વરસાદના કારણે મેચમાં ઓછી ઓવર ફેંકાઈ હતી.

IND vs SL: પડિકલની સદી, રાહુલની ફિફ્ટી... ભારતીય બેટ્સમેનોએ બતાવ્યો કલાસ, શ્રીલંકન બોલરો વિકેટ માટે તરસ્યા
india vs sri lanka
Image Credit source: X/BCCI
| Updated on: Aug 15, 2026 | 9:28 PM

ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોએ સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું. ભારતીય ટીમે ત્રણેય સેશનમાં ઉત્તમ પ્રદર્શન કર્યું અને દિવસના અંત સુધીમાં 73 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 288 રનનો મજબૂત પ્રથમ ઇનિંગનો સ્કોર બનાવ્યો. મેચ દરમિયાન કેએલ રાહુલ અને દેવદત્ત પડિકલે દમદાર ઇનિંગ રમી હતી.

પડિક્કલ-રાહુલે બતાવ્યો ક્લાસ

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યા. જોકે, 47 રનના સ્કોર પર જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થઈ ગયા. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા દેવદત્ત પડિકલે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી ફટકારી. દિવસની રમતના અંતે પડિકલ 131 રન બનાવીને અણનમ રહ્યા. આ સાથે, તે 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક પ્રસંગે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.

યશસ્વી-ગિલ સસ્તામાં આઉટ

દરમિયાન, અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ હાથમાં ખેંચાણને કારણે તેને રિટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી. તેણે પડિકલ સાથે બીજી વિકેટ માટે 150 રન ઉમેર્યા. ત્યારબાદ કેપ્ટન શુભમન ગિલ ક્રિઝ પર આવ્યો પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને 16 રન પર આઉટ થયો હતો. દિવસની રમતના અંતે રિષભ પંત પડિકલ સાથે 27 રન બનાવીને ક્રીઝ પર હતો.

 

ત્રણેય સેશનમાં ભારતીય બેટ્સમેનોનું રાજ

  • પહેલું સેશન: 27 ઓવરમાં 3.74 ના રન રેટથી 1 વિકેટ ગુમાવીને 101 રન
  • બીજું સેશન: 26 ઓવરમાં 3.69 ના રન રેટથી કોઈ વિકેટ ગુમાવ્યા વિના 96 રન
  • ત્રીજું સેશન: 20 ઓવરમાં 4.55 ના ઝડપી રન રેટથી 1 વિકેટ ગુમાવીને 91 રન

શ્રીલંકન બોલરો વિકેટ માટે તરસ્યા

શ્રીલંકાના બોલરોને દિવસભર વિકેટ મેળવવામાં મુશ્કેલી પડી. ડેબ્યૂ કરનાર ઓફ સ્પિનર ​​કેશરા નુવંથાએ 21 ઓવરમાં 98 રન આપ્યા અને કોઈ સફળતા મળી નહીં. પ્રભાત જયસૂર્યા શ્રીલંકાનો એકમાત્ર બોલર હતો જેને વિકેટ મળી, તેણે 24 ઓવરમાં 77 રન આપ્યા હતા.

Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચનો સમય બદલાયો, જાણો ગાલેમાં બીજા દિવસે મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

Published On - 9:28 pm, Sat, 15 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.