IND vs SL 2nd Test: કોલંબોમાં ટોસ હારી જશે તો ટીમ ઈન્ડિયા કેમ ખુશ થશે? આ છે કારણ ?

IND vs SL 2nd Test: ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી મેચ કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર રમાશે. આ ગ્રાઉન્ડ પર ટૉસનો આંકડો પણ ચોંકાવનારો છે.

IND vs SL 2nd Test: કોલંબોમાં ટોસ હારી જશે તો ટીમ ઈન્ડિયા કેમ ખુશ થશે? આ છે કારણ ?
Image Credit source: AI
| Updated on: Aug 21, 2026 | 1:52 PM

ગોલમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 165 રનથી હાર આપ્યા પછી ભારતીય ટીમ હવે 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0થી આગળ છે. સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોના ઐતિહાસિક સિંહલી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમયઅનુસાર સવારે 10:00 કલાક થી આ મેચ શરુ થશે. અહી ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપ પર રહેશે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટોસ જીતવાનો નિર્ણય લેવાનો જીતની પહેલી સીડી માનવામાં આવે છે. કોલંબોના એસએસસી ગ્રાઉન્ડ પર ઐતિહાસિક રેકોર્ડ બિલકુલ અલગ છે.

SSC ગ્રાઉન્ડ પર ટોસ હારનારી ટીમનું પલડું ભારે

સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં ટોસ જીતનારી ટીમ મેચ પર કંટ્રોલ રાખે છે. પરંતુ સિંહલી સ્પોર્ટસ ક્લબ મેદાનના આંકડા જણાવે છે કે, અહી પલડું કોના પક્ષમાં જશે. જેનાથી વધારે તફાવત પ્રદર્શનથી પડે છે. આ ઐતિહાસિક મેદાન પર અત્યારસુધી કુલ 46 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. જેમાં 15 મેચમાં ટોસ જીતનારી ટીમ જીતી છે. તો 17 મેચમાં એટીમે બાજી મારી છે. જે ટોસ હારી ગઈ હતી. બાકીની 14 મેચ ડ્રો સાથે સમાપ્ત થઈ છે.

આંકડાને જોતા આ મેદાન પર ટોસ હારનારી ટીમનું ઐતિહાસિક રુપથી મામુલી લીડ રહી છે. એસએસસી ગ્રાઉન્ડ સૌથી ખાસ વાત એ છે કે, અહી ટોસ જીતનાર પહેલે બેટિંગ કે બોલિગ પસંદ કરે તેનાથી કોઈ ફાયદો મળતો નથી. 32 મેચમાં પરિણામ 50-50 રહ્યો છે.

આનો અર્થ એ થયો કે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 16 મેચ જીતી છે, અને બીજી બોલિંગ કરનારી ટીમે પણ એટલી જ મેચ જીતી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, પહેલા દિવસથી પાંચમા દિવસ સુધી, પીચની સ્થિતિ ફક્ત તે ટીમને જ અનુકૂળ આવે છે જે પાંચ દિવસ દરમિયાન શિસ્ત અને સુસંગતતા સાથે રમે છે.

ભારત 2008 થી અજેય

કોલંબોના આ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યારસુધી કુલ 9 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ભારતે 3 મેચમાં જીત નોંધી છે. તો શ્રીલંકાએ માત્ર 2 મેચમાં જીત મેળવી છે અને 4 મેચ ડ્રો રહી છે. શ્રીલંકાની ટીમ વર્ષ 2008 પછી આ મેદાન પર ભારત વિરુદ્ધ એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. ત્યારે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ પાસે સીરિઝ 2-0થી ક્લીન સ્વીપ કરવાની તક છે.

India vs Sri Lanka : ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે શરૂ થશે, મેચની તારીખ નોંધી લો અહી ક્લકિ કરો

Follow Us
Loading...
Unable to load recommendations.