Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં 2 સ્ટાર ખેલાડીની અચાનક એન્ટ્રી, શુભમન ગિલ વિશે મોટી અપડેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમોએ પોતાની ટીમમાં ફેરફાર થયા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ અંગે પણ એક મોટી અપડેટ સામે આવી છે.

Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં 2 સ્ટાર ખેલાડીની અચાનક એન્ટ્રી, શુભમન ગિલ વિશે મોટી અપડેટ
IND vs SA Test
Image Credit source: X/PTI
| Updated on: Nov 18, 2025 | 9:27 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ, ટીમનું ધ્યાન હવે બીજી ટેસ્ટ પર છે, જે 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. આ મેચ પહેલા, ભારતીય કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ અંગે એક મોટો અપડેટ સામે આવ્યો છે, જેને પહેલી ટેસ્ટમાં ઈજા થઈ હતી. આ દરમિયાન, બંને ટીમોએ એક-એક નવા ખેલાડીનો ઉમેરો કર્યો છે.

નીતિશ રેડ્ડી ટીમ ઈન્ડિયામાં જોડાયો

એક અહેવાલ મુજબ, યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં જોડાયો છે. રાજકોટમાં ઈન્ડિયા A વ્હાઈટ-બોલ ટીમમાંથી રિલીઝ થયા બાદ તે પાછો ફર્યો છે. નીતિશ કુમાર રેડ્ડી શ્રેણીની શરૂઆતની મેચ માટે પણ ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ હતા, પરંતુ મેચ પહેલા તેમને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. જોકે, હવે તે પાછો ફર્યો છે. રેડ્ડી એક ઓલરાઉન્ડર છે અને અંતિમ મેચમાં રમવા માટે એક મજબૂત દાવેદાર છે. તે બેટિંગ તેમજ ઝડપી બોલિંગ પણ કરી શકે છે.

લુંગી એનગીડી આફ્રિકા ટીમમાં થયો સામેલ

દરમિયાન, દક્ષિણ આફ્રિકા પણ ઈજાઓથી ઝઝૂમી રહ્યું છે. સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડાને ટ્રેનિંગ દરમિયાન પાંસળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. લુંગી એનગીડીને કવર તરીકે ઉમેરવામાં આવ્યો છે. એનગીડી પણ ભારત આવી ગયો છે અને દક્ષિણ આફ્રિકાની ટીમમાં જોડાયો છે. તે છેલ્લે લોર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા માટે રમ્યો હતો.

શુભમન ગિલ પર મોટું અપડેટ

BCCI કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ અંગે સાવધ રહી રહ્યું છે. ગિલને પહેલી ટેસ્ટ દરમિયાન ગરદનમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. ગિલને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ રવિવારે રાત્રે તેને રજા આપવામાં આવી હતી. BCCI અને સ્થાનિક ડોકટરો દ્વારા તેની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. જોકે, તે 19 નવેમ્બરે ટીમ સાથે ગુવાહાટી જવા માટે તૈયાર છે. જોકે, ગુવાહાટીમાં તેના રમવા અંગેનો નિર્ણય મેચના એક દિવસ પહેલા લેવામાં આવશે.

આ પણ વાંચો: Breaking News: પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ સામે ICC એ કરી મોટી કાર્યવાહી, આ ભૂલ બદલ ફટકારી સજા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો