AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Women’s T20 World Cup 2026: ભારત સામેની ટક્કર પહેલાં જ પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, 10 વર્ષ જૂનો રેકોર્ડ બદલાશે?

મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામેની મહત્વપૂર્ણ મેચ પહેલાં મહિલા ટીમને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન ટીમના આત્મવિશ્વાસ પર સવાલો ઊભા થયા છે. છેલ્લા 10 વર્ષથી વર્લ્ડ કપમાં ભારત સામે જીત માટે રાહ જોતી પાકિસ્તાન ટીમ માટે પડકાર વધુ કઠિન બન્યો છે.

IND vs PAK Women's T20 World Cup 2026: ભારત સામેની ટક્કર પહેલાં જ પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, 10 વર્ષ જૂનો રેકોર્ડ બદલાશે?
breaking news IND vs PAK Rivalry Womens T20 World Cup 2026 Image Credit source: AI Generated
| Updated on: Jun 10, 2026 | 2:19 PM
Share

મહિલા T20 વર્લ્ડ કપ 2026નો પ્રારંભ 12 જૂનથી થવાનો છે અને ક્રિકેટપ્રેમીઓની નજર સૌથી વધુ ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 જૂને રમાનારી હાઈ-વોલ્ટેજ મેચ પર છે. જોકે આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં પાકિસ્તાન મહિલા ટીમને મોટો આઘાત લાગ્યો છે. વોર્મ-અપ મેચમાં મળેલા નિરાશાજનક પરિણામે ટીમની તૈયારીઓ અને આત્મવિશ્વાસ બંને પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

પાકિસ્તાનને વોર્મ-અપમાં કારમી હર મળી

ભારત સામે મેદાનમાં ઉતરતા પહેલાં પાકિસ્તાન મહિલા ટીમ સ્કોટલેન્ડ સામેના વોર્મ-અપ મુકાબલામાં પરાજિત થઈ હતી. ડર્બીમાં રમાયેલી આ મેચ વરસાદથી પ્રભાવિત રહી હતી, પરંતુ પરિણામ પાકિસ્તાન માટે નિરાશાજનક રહ્યું. ડકવર્થ-લૂઈસ પદ્ધતિ હેઠળ સ્કોટલેન્ડે પાકિસ્તાનને 41 રનથી હરાવ્યું હતું. breaking news IND vs PAK Rivalry Womens T20 World Cup 2026

સ્કોટલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 187 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ટીમની કેપ્ટન કેથરિન બ્રાઇસે શાનદાર બેટિંગ કરતા 94 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સના કારણે પાકિસ્તાની બોલરો આખી મેચ દરમિયાન દબાણમાં જોવા મળ્યા હતા.

જવાબમાં પાકિસ્તાનની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ટીમના ટોચના ચાર બેટરો 50 રન પૂરાં થાય તે પહેલાં જ પેવેલિયન પરત ફરી ગયા હતા. સ્કોરબોર્ડ પર 60 રન થાય તે પહેલાં પાંચમી વિકેટ પણ પડી ગઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે મેચ અટકાવવામાં આવી અને ડકવર્થ-લૂઈસ નિયમ મુજબ પાકિસ્તાનને હાર સ્વીકારવી પડી.

છેલ્લા અઢી વર્ષનો રેકોર્ડ ચિંતાજનક

પાકિસ્તાન મહિલા ટીમનું તાજેતરનું પ્રદર્શન પણ ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. છેલ્લા લગભગ અઢી વર્ષ દરમિયાન ટીમ માત્ર એક જ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી જીતવામાં સફળ રહી છે. આ જીત ઝિમ્બાબ્વે સામે મળી હતી, જે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજુ વિકસતી ટીમોમાં ગણાય છે.

આ આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન મહિલા ટીમ સતત સંઘર્ષ કરી રહી છે અને મોટા ટૂર્નામેન્ટમાં પોતાની ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ રહી છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ભારત સામે 10 વર્ષ જૂનો રેકોર્ડ બદલાશે?

ભારત સામેની આગામી મેચ પાકિસ્તાન માટે માત્ર ટૂર્નામેન્ટની શરૂઆત નથી, પરંતુ એક લાંબી રાહનો પણ અંત લાવવાનો પ્રયાસ છે. મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને છેલ્લે ભારતને 2016માં હરાવ્યું હતું. ત્યારથી બંને ટીમો વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની મેચોમાં ભારતે સતત પ્રભુત્વ જાળવી રાખ્યું છે.

છેલ્લા ચાર મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં 14 જૂનની મેચમાં ભારત સામે જીત મેળવવી પાકિસ્તાન માટે સરળ નહીં રહે. breaking news IND vs PAK Rivalry Womens T20 World Cup 2026

બીજી તરફ ભારતીય ટીમ સારા ફોર્મ અને આત્મવિશ્વાસ સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશી રહી છે. તેથી ક્રિકેટ ચાહકો માટે ભારત-પાકિસ્તાન વચ્ચેની આ ટક્કર રોમાંચક બનવાની સંપૂર્ણ શક્યતા છે, પરંતુ તાજેતરના ફોર્મને જોતા ભારતનું પલ્લું વધુ ભારે દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: FIFA World Cup: ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના કેપ્ટનનો શું છે RCB, વિરાટ કોહલી સાથે કનેક્શન?

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">