AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જીતની આશા માત્ર 4% હતી, તિલક વર્મા-નીતિશ રેડ્ડીએ છેલ્લા 30 બોલમાં પલટી આખી મેચ

ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20Iમાં એક સમયે ટીમ ઈન્ડિયાની જીતની શક્યતા માત્ર 4% રહી ગઈ હતી. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 11 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 71 રન બનાવ્યા હતા. જોકે, તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ અંતિમ પાંચ ઓવરમાં શાનદાર બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું અને ભારતને યાદગાર જીત અપાવી.

Breaking News: જીતની આશા માત્ર 4% હતી, તિલક વર્મા-નીતિશ રેડ્ડીએ છેલ્લા 30 બોલમાં પલટી આખી મેચ
nitish reddy & tilak varmaImage Credit source: X/BCCI
| Updated on: Oct 24, 2026 | 8:56 PM
Share

ઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાયેલી બીજી T20Iમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે 181 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. 11 ઓવરમાં ભારતે 5 વિકેટ ગુમાવીને માત્ર 71 રન બનાવ્યા હતા. ટીમના મુખ્ય બેટ્સમેનો પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા, જેના કારણે ભારતની જીતની શક્યતા ઘટીને માત્ર 4% રહી ગઈ હતી. જોકે, અંતિમ ઓવરોમાં ભારતીય બેટ્સમેનોએ અશક્ય લાગતી જીતને શક્ય બનાવી દીધી.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો

નમન ધીરે 17 બોલમાં 31 રન ફટકારીને ભારતની આશા જીવંત રાખી હતી, પરંતુ તે આઉટ થતાં ન્યૂઝીલેન્ડનું પલડું ફરી ભારે થયું હતું. ત્યાર બાદ તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ જવાબદારી સંભાળી હતી. 15 ઓવર બાદ ભારતનો સ્કોર 6 વિકેટે 113 રન હતો અને જીતવા માટે છેલ્લી 30 બોલમાં 68 રનની જરૂર હતી. આ સમયે પણ ન્યૂઝીલેન્ડના બોલરોનું વર્ચસ્વ જોવા મળતું હતું.

તિલક-નીતિશે સંભાળી બાજી

16મી ઓવરમાં ભારતે 13 રન બનાવ્યા, જ્યારે 17મી ઓવરમાં 9 રન આવ્યા હતા. આ સાથે ભારતનો સ્કોર 135 રન સુધી પહોંચ્યો હતો. હવે છેલ્લી ત્રણ ઓવરમાં 46 રન બનાવવાના હતા. જેકબ ડફીએ 18મી ઓવર નાખી હતી, જેમાં ભારતે 17 રન મેળવ્યા હતા. નીતિશ રેડ્ડીએ છગ્ગો અને તિલક વર્માએ બે ચોગ્ગા ફટકારીને મેચમાં રોમાંચ વધારી દીધો હતો. હવે ભારતને 12 બોલમાં 29 રનની જરૂર હતી.

નીતિશ-તિલકની જોરદાર ફટકાબાજી

19મી ઓવરમાં નાથન સ્મિથ સામે તિલક વર્માએ તોફાની બેટિંગ કરી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં કુલ 18 રન બનતાં ભારતને છેલ્લી ઓવરમાં જીત માટે 11 રનની જરૂર રહી હતી. જેકબ ડફીની અંતિમ ઓવરમાં તિલકે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ રન દોડીને ભારત જીતની નજીક પહોંચ્યું હતું. નીતિશના માથા ઉપરથી ગયેલા બોલને અમ્પાયરે વાઈડ જાહેર કરતાં ભારતની જીતનો માર્ગ વધુ સરળ બન્યો હતો.

નીતિશના 26 રન, તિલકની ફિફ્ટી

આખરે નીતિશ રેડ્ડીએ દમદાર શોટ ફટકારી ભારતને જીત અપાવી હતી. નીતિશે 13 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા, જ્યારે તિલક વર્માએ 26 બોલમાં અણનમ 51 રનની ઇનિંગ રમી હતી. એક સમયે 9 બોલમાં માત્ર 10 રન બનાવનાર તિલકે ત્યાર બાદ મેચનું ચિત્ર બદલી નાખ્યું હતું. તેની શાનદાર બેટિંગ બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે આ રીતે લગભગ હાથમાંથી સરકી ગયેલી મેચમાં યાદગાર વિજય મેળવ્યો હતો.

Breaking News: ભુવનેશ્વર કુમારનો જર્સી નંબર 78 કેમ છે? પોતે જ કર્યો મોટો ખુલાસો

Follow Us
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
મોરબી સિરામિક ઉદ્યોગને મોટો ફટકો, ગેસના ભાવ વધ્યા, નિકાસમાં 50% ઘટાડો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
આજનું રાશિફળ : વૃષભના સિતારા બુલંદ, વૃશ્ચિકને નવી ભાગીદારીમાં નફો
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
15 કરોડના પ્લોટ મુદ્દે કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા
g clip-path="url(#clip0_868_265)">