Breaking News: IND vs NZ: ભારતની ન્યૂઝીલેન્ડ પર રેકોર્ડબ્રેક જીત, સંજુ સેમસન અને નમન ધીરના દમ પર 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો

ન્યૂઝીલેન્ડ સામે ભારતે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ T20 મેચ 4 વિકેટે જીતી લીધી છે. સંજુ સેમસને 33 બોલમાં 67 રનની ઇનિંગ રમી અને નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન ફટકારીને ભારતને ઐતિહાસિક જીત અપાવી.

Breaking News: IND vs NZ: ભારતની ન્યૂઝીલેન્ડ પર રેકોર્ડબ્રેક જીત, સંજુ સેમસન અને નમન ધીરના દમ પર 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
Image Credit source: PTI/Getty
| Updated on: Oct 22, 2026 | 5:04 PM

ભારતે ન્યૂઝીલેન્ડ સામે કમાલનું પ્રદર્શન કરીને 226 રનનો વિશાળ ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. સંજુ સેમસનની તોફાની અડધી સદી, ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરના 42 રન અને નમન ધીરના માત્ર 15 બોલમાં અણનમ 42 રનના દમ પર ભારતે 4 વિકેટે મેચ જીતી લીધી. આ ભારતની ઐતિહાસિક જીત છે. ભારતે T20માં પહેલીવાર આટલો મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

ભારતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી

ભારતે 7મી વખત T20 ઇન્ટરનેશનલમાં 200થી વધુ રનનો સ્કોર ચેઝ કર્યો છે. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. દક્ષિણ આફ્રિકાએ આ કમાલ 6 વખત કરી છે. પાકિસ્તાને 4 વખત, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝે 3-3 વખત 200થી વધુ રનનો સ્કોર સફળતાપૂર્વક ચેઝ કર્યો છે.

ભારતે આ રીતે જીતી મેચ

226 રનના ટાર્ગેટને હાંસલ કરવા માટે ટીમ ઇન્ડિયાને ઝડપી શરૂઆતની જરૂર હતી અને અભિષેક શર્મા તથા સંજુ સેમસને બરાબર એવું જ કર્યું. બંનેએ માત્ર 35 બોલમાં 93 રનની ભાગીદારી નોંધાવી હતી. સંજુ સેમસને આ ભાગીદારીમાં 23 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અભિષેક શર્માએ 12 બોલમાં 29 રન ફટકાર્યા હતા. જોકે, અભિષેકના આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાએ મિડલ ઓર્ડરમાં બે મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી.

તિલક વર્મા 11 બોલમાં માત્ર 6 રન જ બનાવી શક્યા અને ઇશાન કિશને 3 બોલમાં 1 રનનું યોગદાન આપ્યું. પરંતુ આ દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐયરે 28 બોલમાં 42 રન બનાવીને ટીમને મેચમાં જાળવી રાખી હતી. અક્ષર પટેલે પણ 14 બોલમાં 24 મહત્વપૂર્ણ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ 7મા નંબરે બેટિંગ કરવા આવેલા નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન બનાવીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી દીધી હતી. આ યુવા ખેલાડીએ પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ T20 ઇન્ટરનેશનલમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ બની ગઈ છે.

Vastu Tips: મીઠાથી લઈને તેલ સુધી, આ 4 વસ્તુઓ ક્યારેય મફતમાં ન લેવી જોઈએ; જાણો ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ

Follow Us
Loading...
Unable to load recommendations.