IND vs NZ: જાડેજા-સિરાજને બહાર રાખવું ખોટું નથી, ટીમ ઈન્ડિયાના કોચે પ્લેઈંગ-11 અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને વેલિંગ્ટન ટેસ્ટમાં રમવાની તક આપવામાં આવી ન હતી. બેટિંગ કોચ સિતાંશુ કોટકે આવું કેમ થયું તે અંગે સ્પષ્ટતા કરી છે. અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સાથે સુંદરની પસંદગી પર પણ સવાલો ઊભા થયા છે, જેના પર પણ કોચે આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે.

IND vs NZ: જાડેજા-સિરાજને બહાર રાખવું ખોટું નથી, ટીમ ઈન્ડિયાના કોચે પ્લેઈંગ-11 અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન
siraj & jadeja
Image Credit source: X
| Updated on: Nov 19, 2026 | 4:17 PM

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના પ્રદર્શન કરતાં વધુ ટીમની પ્લેઇંગ ઇલેવનની વધુ ચર્ચા થઈ છે. હકીકતમાં, ટીમ ઇન્ડિયાએ પહેલી મેચમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા અનુભવી ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખ્યા હતા, જેના કારણે ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

જાડેજા-સિરાજ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર

સુનીલ ગાવસ્કર, અજય જાડેજા અને અજિંક્ય રહાણેએ કોમેન્ટ્રી દરમિયાન આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જોકે, ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટને આ નિર્ણયમાં કોઈ સમસ્યા દેખાતી નથી. બેટિંગ કોચ સિતાંશુ કોટકે વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસના અંત પછી કહ્યું કે મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય ખોટો નહોતો.

અમે શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી

મીડિયા સાથે વાત કરતા સિતાંશુ કોટકે કહ્યું કે ભારતીય ટીમે વેલિંગ્ટન ટેસ્ટની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી હતી. તેમણે કહ્યું, “પરિસ્થિતિઓ અને વિરોધી ટીમને ધ્યાનમાં રાખીને, કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ માને છે કે આ શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન છે. વ્યક્તિગત રીતે, મને લાગે છે કે સિરાજને બહાર કરવાનો નિર્ણય ખોટો નહોતો.”

પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી એ યોગ્ય નિર્ણય

સિતાંશુ કોટકે જણાવ્યું હતું કે પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઇંગ ઇલેવનમાં પસંદ કરવો એ યોગ્ય નિર્ણય હતો. તેમણે કહ્યું, “કૃષ્ણા એક આક્રમક બોલર છે. જ્યારે તે વિકેટ લે છે ત્યારે લોકો તેને પસંદ કરે છે, પરંતુ જ્યારે તે રન આપે છે ત્યારે તેઓ ગુસ્સે થાય છે. અમે વેલિંગ્ટન ટેસ્ટ માટે બે સ્વિંગ બોલર અને બે સીમ બોલરની પસંદગી કરી હતી. અમે દરેક દિવસ માટે ટીમ પસંદ કરી.”

જાડેજાની જગ્યાએ સુંદરની પસંદગી પર શું કહ્યું?

સિતાંશુ કોટકે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને પસંદ કરવાના પોતાના નિર્ણયની પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ન્યુઝીલેન્ડની ટીમમાં ડાબા હાથના બેટ્સમેનોની સંખ્યા વધુ છે, જેના કારણે સુંદરને ટીમમાં સ્થાન મળ્યું છે.

પહેલો દિવસ ન્યુઝીલેન્ડના નામે રહ્યો

વેલિંગ્ટન ટેસ્ટનો પહેલો દિવસ ન્યુઝીલેન્ડના નામે રહ્યો હતો. ન્યુઝીલેન્ડ ટીમે માત્ર 70 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ હેનરી નિકોલ્સે સદી ફટકારીને રમતને પલટી નાખી. તેણે ગ્લેન ફિલિપ્સ સાથે 173 રનની ભાગીદારી કરીને દિવસની રમતનો અંત લાવ્યો, જેના કારણે ન્યુઝીલેન્ડ પાંચ વિકેટે 243 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું. ભારતીય બોલરોમાં, બુમરાહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કંબોજ અને આકાશ દીપે એક-એક વિકેટ લીધી હતી.

Breaking News: જીતની ખુશી વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, દરેક ખેલાડીની મેચ ફીમાંથી 35% કપાશે

Published On - 4:16 pm, Thu, 19 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.