
ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલની વિસ્ફોટક ઇનિંગ બાદ જેકબ ડફીની શાનદાર બોલિંગે આખરે ભારત સામે T20 શ્રેણીમાં ન્યુઝીલેન્ડને વિજય અપાવ્યો હતો. ભારતીય ટીમને ઓકલેન્ડમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત ફક્ત 172 રન જ બનાવી શક્યું અને 87 રનથી હારી ગયું હતું.
ન્યુઝીલેન્ડની જીતના હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે 49 બોલમાં 107 રન બનાવ્યા. માઈકલ બ્રેસવેલે પણ 25 બોલમાં 65 રનનું યોગદાન આપ્યું. આ બંને બેટ્સમેનોએ 40 બોલમાં 115 રનની ભાગીદારી નોંધાવીને ટીમ ઈન્ડિયાને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધી. જેકબ ડફી શાનદાર રહ્યો, તેણે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી.
ભારતની વિસ્ફોટક બેટિંગ લાઇનઅપ આજે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ. સંજુ સેમસન સૌથી પહેલા 4 રન બનાવીને આઉટ થયો. ઇશાન કિશન પણ પહેલી જ ઓવરમાં 0 પર આઉટ થઈ ગયો. અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે થોડીવાર માટે ટકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાવરપ્લે સમાપ્ત થાય તે પહેલાં બંને આઉટ થઈ ગયા. મેથ્યુ ફિશરે અભિષેક શર્માને 27 રને આઉટ કર્યો, અને કેપ્ટન અય્યર 11 બોલમાં 22 રને ક્લીન બોલ્ડ આઉટ થયો.
વચ્ચેની ઓવરોમાં, અક્ષર પટેલે 7 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. નીતિશ કુમાર રેડ્ડીએ ઝડપથી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ 21 રન બનાવીને સેન્ટનરના હાથે કેચ આઉટ થઈ ગયો. નમન ધીરે પણ ઝડપથી બેટિંગ કરી, જેકબ ડફી દ્વારા આઉટ થયા પહેલા 13 બોલમાં 28 રન બનાવ્યા. અંતે વાઇસ કેપ્ટન તિલક વર્માએ કેટલાક સારા શોટ રમ્યા પ્રયાસો અને 35 રન બનાવ્યા, પરંતુ ભારત ખરાબ રીતે મેચ હારી ગયું.
બેટ્સમેનો નિષ્ફળ ગયા તે પહેલા ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ થઈ હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ ભરતયી બોલરો સામે 20 ઓવરમાં 259 રન ફટકાર્યા હતા. અક્ષર પટેલે 3 ઓવરમાં 43 રન આપ્યા, નીતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 54 રન , પ્રિન્સ યાદવે 49 અને મયંક યાદવે 48 અને અર્શદીપ સિંહે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા.
Published On - 4:52 pm, Fri, 30 October 26