
વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ તેણે જે આશા રાખી હતી તેવું નહોતું. ડાબોડી બેટ્સમેન 10 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો . જોકે તેની શરૂઆત આશાસ્પદ રહી હતી, તેણે તેના પહેલા સાત બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ એક ભૂલે તેની ડેબ્યૂ ઈનિંગ બગાડી દીધી. એક ભૂલના કારણે તેને માત્ર 10 બોલ પછી પેવેલિયન પરત ફરવાની ફરજ પડી. તે વધુ રન બનાવી શક્યો હોત. ચાલો જોઈએ કે સૂર્યવંશીએ તેની પહેલી આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં શું ભૂલ કરી.
વૈભવ સૂર્યવંશીને સ્પિનર વિલ જેક્સ દ્વારા સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો હતો. વૈભવ સૂર્યવંશી સ્પિનરો સામે વધુ તાકાતથી બેટિંગ કરે છે, પણ પહેલી જ મેચમાં અભિષેક શર્મા જેવો શોટ મારવાનો પ્રયાસ કરવા જતા તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમી ઓવરમાં વિલ જેક્સની બોલિંગમાં અભિષેક શર્માએ આગળ વધીને પહેલા બે બોલમાં મજબૂત બાઉન્ડ્રી ફટકારી. ત્રીજા બોલે અભિષેકે એક રન લીધો.
A promising start comes to an end.
On his T20I debut, Vaibhav Sooryavanshi showed glimpses of his fearless batting, smashing 2 sixes in a quick 14 off 10 balls before being dismissed by Will Jacks.
A short stay at the crease, but the journey has only just begun. pic.twitter.com/ype01iMow5
— SportsTiger (@The_SportsTiger) July 4, 2026
પછી જ્યારે સૂર્યવંશીને સ્ટ્રાઈક મળી, ત્યારે તેણે ચોથો બોલ ડીફેન્સ કર્યો, પરંતુ પછી પાંચમાં બોલ પર અભિષેક શર્માની કોપી કરી અને મોટો શોટ રમવા આગળ આવ્યો. વિલ જેક્સે તેને જોયો અને ઓફ સાઈડની બહાર બોલિંગ કરી. વૈભવ શોટ રમી શક્યો નહીં, બોલ સીધો વિકેટકીપરના હાથમાં ગયો અને કીપરે તેણે સ્ટમ્પ આઉટ કર્યો. પરિણામે, સૂર્યવંશી તેના T20 ડેબ્યૂમાં સ્ટમ્પ આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.
વૈભવ સૂર્યવંશી પહેલી ઈનિંગમાં ફક્ત 14 રન બનાવીને આઉટ થયો હતો, છતાં તેણે અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે પચાસ રન ઉમેર્યા હતા. વધુમાં, સૂર્યવંશીએ તેની ઈનિંગના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, જેનાથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગો ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. સૂર્યવંશી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય પુરુષ ક્રિકેટર પણ બન્યો હતો.