AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અભિષેક શર્માની ‘કોપી’ કરવાનું વૈભવ સૂર્યવંશીને ભારે પડી, ડેબ્યૂમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની પ્રથમ ઈનિંગ આશાસ્પદ રહી, પરંતુ એક નાની ભૂલે તેને લાંબી ઈનિંગ રમતા રોકી દીધો. 10 બોલમાં 14 રન બનાવી આઉટ થયેલા વૈભવે ડેબ્યૂમાં અનેક રેકોર્ડ બનાવ્યા, પરંતુ સાથી ખેલાડીની જેમ શોટ રમવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી અને એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાને નામ કર્યો.

Breaking News: અભિષેક શર્માની 'કોપી' કરવાનું વૈભવ સૂર્યવંશીને ભારે પડી, ડેબ્યૂમાં બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
Vaibhav SuryavanshiImage Credit source: GETTY IMAGES
| Updated on: Jul 04, 2026 | 9:01 PM
Share

વૈભવ સૂર્યવંશીનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ તેણે જે આશા રાખી હતી તેવું નહોતું. ડાબોડી બેટ્સમેન 10 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો . જોકે તેની શરૂઆત આશાસ્પદ રહી હતી, તેણે તેના પહેલા સાત બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ એક ભૂલે તેની ડેબ્યૂ ઈનિંગ બગાડી દીધી. એક ભૂલના કારણે તેને માત્ર 10 બોલ પછી પેવેલિયન પરત ફરવાની ફરજ પડી. તે વધુ રન બનાવી શક્યો હોત. ચાલો જોઈએ કે સૂર્યવંશીએ તેની પહેલી આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં શું ભૂલ કરી.

અભિષેક શર્માની કોપી કરવામાં વિકેટ ગુમાવી

વૈભવ સૂર્યવંશીને સ્પિનર ​​વિલ જેક્સ દ્વારા સ્ટમ્પ આઉટ કરવામાં આવ્યો હતો. વૈભવ સૂર્યવંશી સ્પિનરો સામે વધુ તાકાતથી બેટિંગ કરે છે, પણ પહેલી જ મેચમાં અભિષેક શર્મા જેવો શોટ મારવાનો પ્રયાસ કરવા જતા તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાંચમી ઓવરમાં વિલ જેક્સની બોલિંગમાં અભિષેક શર્માએ આગળ વધીને પહેલા બે બોલમાં મજબૂત બાઉન્ડ્રી ફટકારી. ત્રીજા બોલે અભિષેકે એક રન લીધો.

T20 ડેબ્યૂમાં સ્ટમ્પ આઉટ થનાર પ્રથમ ભારતીય

પછી જ્યારે સૂર્યવંશીને સ્ટ્રાઈક મળી, ત્યારે તેણે ચોથો બોલ ડીફેન્સ કર્યો, પરંતુ પછી પાંચમાં બોલ પર અભિષેક શર્માની કોપી કરી અને મોટો શોટ રમવા આગળ આવ્યો. વિલ જેક્સે તેને જોયો અને ઓફ સાઈડની બહાર બોલિંગ કરી. વૈભવ શોટ રમી શક્યો નહીં, બોલ સીધો વિકેટકીપરના હાથમાં ગયો અને કીપરે તેણે સ્ટમ્પ આઉટ કર્યો. પરિણામે, સૂર્યવંશી તેના T20 ડેબ્યૂમાં સ્ટમ્પ આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો.

વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા ઘણા રેકોર્ડ

વૈભવ સૂર્યવંશી પહેલી ઈનિંગમાં ફક્ત 14 રન બનાવીને આઉટ થયો હતો, છતાં તેણે અભિષેક શર્મા સાથે પ્રથમ વિકેટ માટે પચાસ રન ઉમેર્યા હતા. વધુમાં, સૂર્યવંશીએ તેની ઈનિંગના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, જેનાથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગો ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. સૂર્યવંશી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય પુરુષ ક્રિકેટર પણ બન્યો હતો.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ મેચમાં 3 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">