AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ ઈન્ડિયાનું નંબર-1 સ્થાન જોખમમાં ! શું 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ હાથમાંથી સરકી જશે?

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાનું ICC T20 રેન્કિંગમાં નંબર-1 સ્થાન જોખમમાં આવી ગયું છે. જો સતત હારનો સિલસિલો ચાલુ રહેશે તો તેની અસર 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધા ક્વોલિફાય થવાની આશા પર પણ પડી શકે છે. જાણો ક્વોલિફિકેશનના નિયમો અને ભારતની હાલની સ્થિતિ.

Breaking News: ટીમ ઈન્ડિયાનું નંબર-1 સ્થાન જોખમમાં ! શું 2028 ઓલિમ્પિકની ટિકિટ પણ હાથમાંથી સરકી જશે?
Team IndiaImage Credit source: X/BCCI
| Updated on: Jul 10, 2026 | 3:56 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ માટે યુકે પ્રવાસ અત્યાર સુધી નિરાશાજનક રહ્યો છે. આયર્લેન્ડ સામે T20 શ્રેણી ગુમાવ્યા બાદ ઇંગ્લેન્ડ સામે પણ ભારતે અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું નથી. પરિણામે ICC T20 ટીમ રેન્કિંગમાં ભારતનું નંબર-1 સ્થાન હવે જોખમમાં આવી ગયું છે. સતત મળતા પરાજયે ચાહકોની ચિંતા વધારી છે.

સતત હારથી ઘટ્યા રેટિંગ પોઈન્ટ

પ્રવાસની શરૂઆતમાં ભારત પાસે 275 રેટિંગ પોઈન્ટ હતા. આયર્લેન્ડ સામે 2-0થી શ્રેણી હાર્યા બાદ આ આંકડો 272 પર પહોંચ્યો. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ત્રણ હાર અને એક મેચ રદ થતાં ભારતના પોઈન્ટ ઘટીને 269 થઈ ગયા છે. બીજી તરફ ઇંગ્લેન્ડ સતત જીત સાથે 267 પોઈન્ટ સુધી પહોંચી ગયું છે અને હવે બંને વચ્ચે માત્ર બે પોઈન્ટનું અંતર રહ્યું છે.

ઓલિમ્પિક ક્વોલિફિકેશનના નિયમો શું કહે છે?

ક્રિકેટ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સામેલ થવાનું છે. હાલના નિયમો મુજબ ભારતીય પુરુષ ટીમે 2026ના અંત સુધી એશિયાની ટીમોમાં ICC T20 રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખવું જરૂરી રહેશે. આવું થશે તો ભારતને સીધું ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાની તક મળશે.

પાકિસ્તાન હજુ પાછળ, છતાં સાવધાન રહેવું પડશે

ભારત માટે રાહતની વાત એ છે કે એશિયાની અન્ય મોટી ટીમ પાકિસ્તાન હાલમાં 240 રેટિંગ પોઈન્ટ સાથે ભારતથી ઘણું પાછળ છે. જોકે ભારત જો સતત મેચો ગુમાવશે તો આ અંતર ધીમે ધીમે ઘટી શકે છે અને ભવિષ્યમાં ક્વોલિફિકેશનની રેસ વધુ મુશ્કેલ બની શકે છે.

હવે આગળની શ્રેણીઓ રહેશે નિર્ણાયક

ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારત સામે ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે મહત્વપૂર્ણ T20 શ્રેણીઓ છે. આ તમામ શ્રેણીમાં સારું પ્રદર્શન કરીને ભારત પાસે પોતાનું નંબર-1 સ્થાન મજબૂત કરવાની અને 2028 ઓલિમ્પિક માટે સીધી ટિકિટ મેળવવાની તક રહેશે. હવે ટીમ ઈન્ડિયા માટે દરેક T20 મેચ અને દરેક રેન્કિંગ પોઈન્ટ અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે.

Breaking News: ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજુ સેમસનનો મોટો નિર્ણય, અચાનક ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો

Follow Us
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
g clip-path="url(#clip0_868_265)">