
ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં વરસાદના વિક્ષેપને કારણે રમત 25 ઓવરની કરવામાં આવેલી 25 ઓવરની મેચમાં કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે એકતરફી વિજય મેળવ્યો. ગિલે ન માત્ર કેપ્ટનની ઈનિંગ રમી, પરંતુ ટીમને વિજય તરફ દોરી પણ ગયો. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે યુવા ડેબ્યૂ ખેલાડીઓના કારણે ઉજ્જવળ શરૂઆત કરી હતી. જોકે, અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને સ્થિર કરી હતી, જેમાં તેણે 51 બોલમાં 102 રન બનાવ્યા હતા. જોકે, બાકીના બેટ્સમેન ભારતીય બોલિંગનો સામનો કરી શક્યા ન હતા.
India secure victory in the opening ODI to move ahead in the series against Afghanistan
: https://t.co/iz4AIi7Ol4 pic.twitter.com/G9iiGZrB38
— ICC (@ICC) June 13, 2026
ભારત માટે પોતાની પહેલી મેચ રમી રહેલા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને સ્પિનર હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ બે યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ કરી દીધું.
195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલ સાથે સારી રહી. જોકે, રોહિત 16 રન બનાવીને રન આઉટ થયો અને પછી ક્રીઝ પર આવેલા ઈશાન કિશને અફઘાન બોલરો પર એટેક શરુ કર્યો. ઈશાનની માત્ર 22 બોલમાં 34 રનની વિસ્ફોટક ઈનિંગે મેચને સંપૂર્ણપણે ભારતની તરફેણમાં ફેરવી દીધી. શ્રેયસ અય્યરના સસ્તા આઉટ થયા પછી, અનુભવી કેએલ રાહુલે કેપ્ટન ગિલને ખૂબ જ સારી રીતે ટેકો આપ્યો અને અણનમ 39 રન બનાવ્યા.
Leading from the front in some style #TeamIndia Captain Shubman Gill is the Player of the Match for his glorious knock in the chase
Scorecard ▶️ https://t.co/lCuohEZYAl #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/UdZNbAApEk
— BCCI (@BCCI) June 13, 2026
કેપ્ટન શુભમન ગિલે મેદાનની ચારે બાજુ શાનદાર શોટ્સ ફટકાર્યા અને એક છેડો પકડી રાખ્યો, તેણે શાનદાર અણનમ અડધી સદી ફટકારી. તેણે 66 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.
Published On - 10:47 pm, Sat, 13 June 26