Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચમાં વરસાદના કારણે ટોસ મોડો થયો હતો. ધર્મશાલામાં વરસાદ બંધ થયા બાદ 25-25 ઓવરની મેચ રમાડવાનું નક્કી થયું હતું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને અફઘાનિસ્તાનને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11
IND vs AFG ODI Dharamsala
| Updated on: Jun 13, 2026 | 5:45 PM

IPL બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝ શરુ થઈ હતી, જેની એકમાત ટેસ્ટ જીત્ય બાદ હવે ભારતીય ટીમની નજર વનડે સિરીઝ જીતવા પર છે. વરસાદના કારણે મેચમાં ટોસ મોડેથી થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ

ભારત અને અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ બાદ હવે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જોકે ધર્મશાલામાં યોજાયેલી આ પહેલી મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. વારસદ બાદ મેચ મોદી શરુ થવાની હોવાથી મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. મેચ 25-25 ઓવરની મેચ રમાશે.

 

શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વાદળછાયું વાતાવરણ છે, તેથી મને લાગે છે કે બોલરોને મદદ મળશે. મને લાગે છે કે તે બેટિંગ કરવા માટે પણ સારી વિકેટ હશે. શરૂઆતની ઓવરોમાં, થોડી સીમ મૂવમેન્ટ થઈ શકે છે, પરંતુ પવન શાંત થયા પછી, મને લાગે છે કે તે ખરેખર સારી વિકેટ હશે. અમે બે ડેબ્યુટર્સ સાથે જઈ રહ્યા છીએ: ગુર્નૂર બ્રાર અને હર્ષ દુબે આજે ડેબ્યુ કરશે. યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને કુલદીપ યાદવ આજની મેચમાં નહીં રમે.

અફઘાનિસ્તાનના કેપ્ટને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી કહ્યું કે અમે પણ પહેલા કરવા માંગતા હતા. આ પહેલીવાર છે જ્યારે અમે ભારત સામે તેમની પરિસ્થિતિમાં રમી રહ્યા છીએ. તેથી બંને પક્ષો માટે આ એક મુશ્કેલ મેચ રહેશે રહ્યું છે અને અમે તે પડકાર માટે ઉત્સાહિત અને તૈયાર છીએ અને આશા છે કે અમે અહીં સારું પ્રદર્શન કરીશું. અમારી પાસે બે સીમર્સ, એક ઓલરાઉન્ડર અને ત્રણ સ્પિનર્સનું કોમ્બિનેશન છે.

 

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકિપર), સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (સી), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

FIFA World Cup: અમેરિકાએ કર્યા આટલા બધા ગોલ, જીત સાથે શાનદાર શરૂઆત, પહેલી જ મેચમાં ઈતિહાસ રચ્યો

Published On - 5:36 pm, Sat, 13 June 26

Follow Us