IND vs PAKની મેચમાં 3 ખેલાડીઓ કેચ લેવા માટે દોડ્યા છતાં ડ્રોપ રહ્યો, પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગનો Video વાયરલ

ACC અંડર -19 એશિયા કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે 3 ખેલાડીઓએ એક સરળ કેચ છોડ્યો હતો. મોહમ્મદ સય્યમ, વિકેટકીપર હમઝા જહુર અને ઉસ્માન ખાન કેચ પકડવા દોડ્યા પણ કોઈએ કેચ પકડ્યો ન હતો.

IND vs PAKની મેચમાં 3 ખેલાડીઓ કેચ લેવા માટે દોડ્યા છતાં ડ્રોપ રહ્યો, પાકિસ્તાનની નબળી ફિલ્ડિંગનો Video વાયરલ
| Updated on: Nov 09, 2026 | 9:53 AM

ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનની ખરાબ ફીલ્ડિંગ ની કોઈ નવી વાત નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર 19 એશિયા કપ 2026ની મેચમાં કાંઈ એવું છે. જેની હાલ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના 3 ખેલાડી એક સરળ કેચ પકડવા માટે બોલ નીચે પહોંચ્યા પરંતુ હેરાનની વાત એ હતી કે, 3માંથી કોઈ પણે બોલ પકડવાની જવાબદારી લીધી નહી. પરિણામ એ આવ્યું કે, સરળ કેચ છોડયા હતો. ભારતીય બેટ્સમેનને જીવનદાન મળ્યું હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નબળી ફિલ્ડિંગનો Video વાયરલ

આ ઘટના ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતની ઇનિંગની 44મી ઓવર દરમિયાન બની હતી. કાવ્યા પટેલે મોહમ્મદ સૈયમના બોલ પર મોટો શોટ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ તેના બેટની ટોચ પર વાગ્યો અને હવામાં ઊંચો ગયો. એવું લાગતું હતું કે પાકિસ્તાનને સરળતાથી વિકેટ મળશે. પરંતુ આ કેચ પકડવા પાકિસ્તાનના 3 ખેલાડી સાથે દોડયા હતા અને 3માંથી કોઈ પણ કેચ પકડી શક્યું નહી. જેનું જીવનદાન ગુજરાતી ખેલાડી કાવ્યા પટેલને મળ્યું હતુ.

 

 

3 વિકેટથી જીત મેળવી

અર્જુન રાજપુતની સદીની ઈનિગ્સ દરમિયાન ભારતીય ટીમ 46.3 ઓવરમાં 208 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. પાકિસ્તાન તરફથી અલી રઝા, રિઝવાનુલ્લાહ અને નિકાબ શફીફે 3-3 વિકેટ લીધી હતી. 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમે 7 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. વિકેટકીપર બેટ્સમેન હમઝા ઝહુરે શાનદાર સદીની ઈનિગ્સ રમતા ટીમને જીત અપાવવા મહત્વની જવાબદારી નિભાવી હતી.

અર્જુને શાનદાર ઇનિંગ રમી અને શાનદાર સદી ફટકારી. આ ઇનિંગથી ભારતને મોટા સ્કોર સુધી પહોંચવાની આશા મળી, પરંતુ 36મી ઓવરમાં તેના આઉટ થવાથી તે આશાઓ પર પાણી ફરી ગયું. અર્જુને માત્ર 85 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા સહિત શાનદાર 107 રન બનાવ્યા. અંતે, ભારતીય ટીમ 46.3 ઓવરમાં માત્ર 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

Breaking News : ત્રીજી ODI પર વરસાદનું સંકટ, જાણો કેવું રહેશે હેમિલ્ટનનું હવામાન અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.