Breaking News : T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો, શ્રેયંકા પાટિલ બહાર, રિપ્લેસમેન્ટની જાહેરાત

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 ભારતની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ બહાર થઈ છે. નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં તેને ઈજા થઈ હતી. તેના સ્થાને રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી ચૂકી છે.

Breaking News : T20 વર્લ્ડ કપ 2026 વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો, શ્રેયંકા પાટિલ બહાર, રિપ્લેસમેન્ટની જાહેરાત
| Updated on: Jun 19, 2026 | 7:42 AM

આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ ઈજાગ્ર્સત થતા આખી ટૂનામેન્ટમાંથી બહાર થઈ છે. અત્યારસુધી ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં માત્ર 2 જ મેચ રમી છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. તેના સાથે એક અનકૈપ્ટડ ખેલાડીને સ્થાન મળ્યું છે.

શ્રેયંકા પાટિલ થઈ હતી ઈજાગ્રસ્ત

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી 2 મેચ રમી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં પાકિસ્તાનને હાર આપી હતી. ત્યારબાદ નેધરલેન્ડ વિરુદ્ધ મેચમાં પણ જીત મેળવી હતી. પરંતુ આ મેચમાં શ્રેયંકા પાટિલ ઈજાગ્રસ્ત થઈ હતી.

નેધરલેન્ડ્સ સામેની મેચમાં, પાવરપ્લેની છેલ્લી ઓવરમાં બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે શ્રેયંકા પાટિલના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવી હતી. શ્રેયંકાની ગેરહાજરી ટીમ માટે મોટો ઝટકો લાગ્યો છે. તે માત્ર સારી બોલિંગ જ નથી કરતી પણ એક શાનદાર ફિલ્ડર પણ છે. તે ઘણીવાર છેલ્લી ઓવરોમાં આક્રમક બેટિંગ કરે છે.

આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટીમમાં પ્રેમા રાવતને સ્થાન મળ્યું છે. પ્રેમા અંદાજે 24 વર્ષની લેગ સ્પિનર છે. અત્યારસુધી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. ટુંકમાં તે અનકૈપ્ટડ ખેલાડી છે. મહિલા પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં લેવામાં આવી છે. પ્રેમા ઉત્તરાખંડ માટે ઘરેલું ક્રિકેટ રમે છે.

ભારતીય ટીમ પાસે હવે શ્રેયંકા પાટિલને પ્લેઇંગ ઇલેવનમાં બહાર થયા બાદ બે વિકલ્પો છે. રાધા યાદવ પહેલેથી જ ટીમમાં છે, અને હવે પ્રેમા રાવત પણ જોડાઈ ગઈ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે નક્કી કરવું પડશે કે તે પ્લેઇંગ ઇલેવનમાં કોને સામેલ કરશે. બે મેચ રમ્યા પછી, ભારતીય ટીમ હવે મજબૂત સાઉથ આફ્રિકાની ટીમનો સામનો કરશે. આ મેચ 21 જૂનના રોજ રમાશે. ભારત માટે આ મહત્વની મેચ હશે. ભારતીય ટીમે 2 મેચમાં જીત સાથે 4 પોઈન્ટ છે.

 

ઈન્ડિયન ક્રિકેટરની હુસ્ન પરી, લાખો ચાહકોના દિલ પર કરે છે રાજ, જુઓ શ્રેયંકા પાટિલનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us