AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ટીમ 33 મેચ, ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર, જાણો વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

મહિલા T20 વર્લ્ડ કપ 12 જૂને ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહ્યો છે, જેમાં 12 ટીમો પ્રથમ વખત ભાગ લઈ રહી છે. આ વર્ષની ટુર્નામેન્ટમાં વધુ મેચો અને વધુ રોમાંચ જવા મળશે. ચાલો જણીએ સંપૂર્ણ શેડ્યુલ.

12 ટીમ 33 મેચ, ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર, જાણો વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
ICC Womens T20 World Cup 2026Image Credit source: X/ICC
| Updated on: Jun 08, 2026 | 9:05 PM
Share

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઈંગ્લેન્ડમાં 12 જૂન શુક્રવારથી 5 જુલાઈ રવિવાર સુધી રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 12 ટીમો ભાગ લઈ રહી છે. આનાથી મેચમાં રોમાંચ પહેલા કરતાં વધશે કારણ કે વધુ ટીમોની વધુ મેચ જોવાની તક મળશે. ટીમ ઈન્ડિયા સહિત તમામ ટીમોની મેચ ક્યારે અને ક્યાં રમાશે? જો આ પ્રશ્ન તમારા મનમાં પણ છે, તો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી અહીં મળશે.

ઈંગ્લેન્ડમાં 12 ટીમો વચ્ચે જામશે જંગ

આ વર્ષે, T20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાઈ રહ્યો છે. ટીમોની સંખ્યા વધવાને કારણે, ટુર્નામેન્ટમાં કુલ 33 મેચ રમાશે. ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલા ઈંગ્લેન્ડના સાત સ્થળોએ આ 12 મેચો યોજાશે. આ 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ગ્રુપ A માં છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ ગ્રુપ B માં છે.

T20 વર્લ્ડ કપના ગ્રુપ

ગ્રુપ A : ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા

ગ્રુપ B : ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ

T20 વર્લ્ડ કપના સ્થળો

એજબેસ્ટન (બર્મિંગહામ)

ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર)

હેમ્પશાયર બાઉલ (સાઉથમ્પ્ટન)

હેડિંગ્લી (લીડ્સ)

બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ)

લોર્ડ્સ (લંડન)

ઓવલ (લંડન)

એક દિવસે ત્રણ મેચ

આ મેચોના સમયની વાત કરીએ તો, તે ત્રણ અલગ-અલગ સમયે રમાશે. ગ્રુપ સ્ટેજ મેચો માટે ત્રણ સમય નક્કી કરવામાં આવ્યા છે જેથી શક્ય તેટલા ઓછા સમયમાં વધુ મેચો પૂર્ણ થઈ શકે. જોકે, સેમિ-ફાઈનલ મેચો અલગ-અલગ દિવસોમાં અને તે જ સમયે રમાશે.

T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

12 જૂન

ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, એજબેસ્ટન (બર્મિંગહામ) – રાત્રે 11:00 વાગ્યે

13 જૂન

સ્કોટલેન્ડ vs આયર્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) બપોરે 3:00 વાગ્યે

ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) સાંજે 7:00 વાગ્યે

વેસ્ટ ઇન્ડીઝ vs ન્યુઝીલેન્ડ, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, રાત્રે 11:00 વાગ્યે

14 જૂન

બાંગ્લાદેશ vs નેધરલેન્ડ્સ, એજબેસ્ટન (બર્મિંગહામ) બપોરે 3:00 વાગ્યે

ભારત vs પાકિસ્તાન, એજબેસ્ટન (બર્મિંગહામ) સાંજે 7:00 વાગ્યે

16 જૂન

ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, સાંજે 7:00 વાગ્યે

ઈંગ્લેન્ડ vs આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, રાત્રે 11:00 વાગ્યે

17 જૂન

ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, હેડિંગ્લી (લીડ્સ) બપોરે 3:00 વાગ્યે

ભારત vs નેધરલેન્ડ્સ, હેડિંગ્લી (લીડ્સ) સાંજે 7:00 વાગ્યે

દક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાન, એજબેસ્ટન (બર્મિંગહામ) રાત્રે 11:00 વાગ્યે

18 જૂન

વેસ્ટ ઈન્ડિઝ vs સ્કોટલેન્ડ, હેડિંગ્લી (લીડ્સ) રાત્રે 11:00 વાગ્યે

19 જૂન

ન્યુઝીલેન્ડ vs આયર્લેન્ડ, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, રાત્રે 11:00 વાગ્યે

20 જૂન

ઓસ્ટ્રેલિયા vs નેધરલેન્ડ્સ, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, બપોરે 3:00 વાગ્યે

પાકિસ્તાન vs બાંગ્લાદેશ, હેમ્પશાયર બાઉલ, સાઉધમ્પ્ટન, સાંજે 7:00 વાગ્યે

ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, હેડિંગ્લી (લીડ્સ) રાત્રે 11:00 વાગ્યે

21 જૂન

વેસ્ટ ઈન્ડિઝ vs શ્રીલંકા, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) બપોરે 3:00 વાગ્યે

દક્ષિણ આફ્રિકા vs ભારત, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) સાંજે 7:00 વાગ્યે

23 જૂન

ન્યુઝીલેન્ડ vs સ્કોટલેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) બપોરે 3:00 વાગ્યે

શ્રીલંકા vs આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) સાંજે 7:00 વાગ્યે

ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, હેડિંગ્લી (લીડ્સ) રાત્રે રાત્રે 11:00 વાગ્યે

24 જૂન

ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, લોર્ડ્સ, લંડન, રાત્રે રાત્રે 11:00 વાગ્યે

25 જૂન

ભારત vs બાંગ્લાદેશ, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) સાંજે સાંજે 7:00 વાગ્યે

દક્ષિણ આફ્રિકા vs નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) રાત્રે 11:00 વાગ્યે

26 જૂન

શ્રીલંકા vs સ્કોટલેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર) રાત્રે 11:00 વાગ્યે

27 જૂન

પાકિસ્તાન vs નેધરલેન્ડ્સ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) બપોરે 3:00 વાગ્યે

વેસ્ટ ઈન્ડિઝ vs આયર્લેન્ડ, બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ (બ્રિસ્ટોલ) સાંજે 7:00 વાગ્યે

ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ, ધ ઓવલ, લંડન, રાત્રે 11:00 વાગ્યે

28 જૂન

દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, લોર્ડ્સ (લંડન), બપોરે 3:00 વાગ્યે

ઓસ્ટ્રેલિયા vs ભારત, લોર્ડ્સ (લંડન) સાંજે 7:00 વાગ્યે

30 જૂન

સેમિફાઈનલ 1 (ગ્રુપ A વિજેતા vs ગ્રુપ B રનર-અપ), ધ ઓવલ (લંડન) સાંજે 7:00 વાગ્યે

2 જુલાઈ

સેમિફાઈનલ 2 (ગ્રુપ B વિજેતા vs ગ્રુપ A રનર-અપ), ધ ઓવલ (લંડન) રાત્રે 11:00 વાગ્યે

5 જુલાઈ

ફાઈનલ, (સેમિફાઈનલ 1 vs સેમિફાઈનલ 2), લોર્ડ્સ (લંડન) સાંજે 7:00 વાગ્યે

Breaking News: ટીમ ઈન્ડિયાએ સૌથી મોટી જીત મેળવી, છતાં બચી ગયો વેસ્ટ ઈન્ડિઝ-પાકિસ્તાનનો આ રેકોર્ડ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">