AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Final : ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે 22 કરોડ રૂપિયાની મેચ, હારનારી ટીમ પણ થશે માલામાલ

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાશે. આ મેચમાં ટ્રોફીની સાથે કરોડો રૂપિયાની ઈનામી રકમ પણ દાવ પર લાગશે. ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે 22 કરોડ રૂપિયા દાવ પર લાગશે.

T20 World Cup Final : ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે 22 કરોડ રૂપિયાની મેચ, હારનારી ટીમ પણ થશે માલામાલ
ICC Womens T20 World Cup 2026 FinalImage Credit source: X/ICC
| Updated on: Jul 03, 2026 | 5:12 PM
Share

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ટાઈટલ મેચમાં ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત અને અત્યાર સુધી અપરાજિત ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એકબીજા સામે ટકરાશે. પ્રથમ સેમિફાઈનલમાં છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ફાઈનલમાં ટિકિટ બુક કરાવી હતી. જ્યારે બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જંગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

મહિલા T20 વર્લ્ડ કપની રેકોર્ડ પ્રાઈઝ મની

બંને ટીમો વચ્ચેની આ ઐતિહાસિક અને હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સના મેદાન પર રમાશે. આ ફાઈનલ મેચની બીજી ખાસ વાત એ છે કે આ વખતે ICC એ ઈનામની રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે બંને ટીમો પર રૂપિયાનો વરસાદ થશે. ફાઈનલમાં જીતનાર ટીમ તો કરોડો રૂપિયા મળશે જ, પણ ફાઈનલમાં હારનાર ટીમને પણ માલામાલ થશે .

ચેમ્પિયન ટીમ મળશે 22 કરોડથી વધુ

મહિલા ક્રિકેટને વધુ પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (ICC) આ વર્ષે ઈનામી રકમમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વિજેતા ટીમને $2.34 મિલિયન (રૂ. 22 કરોડથી વધુ) ની મોટી ઈનામી રકમ સાથે એક ચમકતી ટ્રોફી આપવામાં આવશે. હારનારી ટીમ પણ ખાલી હાથે પાછી નહીં ફરે, તેમને $1.17 મિલિયન (આશરે રૂ. 11 કરોડ) નું રોકડ ઈનામ મળશે. આનો અર્થ એ છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને ટીમો ફાઈનલ બાદ માલામાલ થશે.

ફાઈનલ 5 જુલાઈએ રાત્રે 8:00 વાગ્યે

5 જુલાઈના રોજ યોજાનારી આ ટાઈટલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. બંને ટીમોની કેપ્ટન સાંજે 7:30 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે. બંને ટીમોના હાલના ફોર્મને જોતાં લોર્ડ્સમાં ચાહકોને એક રોમાંચક અને ઐતિહાસિક મુકાબલો જોવા મળશે. રેકોર્ડ્સની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે રેકોર્ડ આઠમી વખત T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પાંચમી વખત ટાઈટલ મેચ રમશે. આ બંને સૌથી વધુ વાર T20 વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચનારી ટીમો છે.

ઈંગ્લેન્ડની ટીમ

નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), ડેનિયલ ગિબ્સન, એમી જોન્સ, લોરેન બેલ, એલિસ કેપ્સી, ટિલી કોર્ટીન-કોલમેન, ચાર્લી ડીન, સોફિયા ડંકલી, સોફી એક્લેસ્ટન, લોરેન ફિલર, ફ્રેયા કેમ્પ, હીથર નાઈટ, લિન્સે સ્મિથ, ઇસી વોંગ, ડેની વ્યાટ-હોજ.

ઓસ્ટ્રેલિયાની ટીમ

સોફી મોલિનક્સ (કેપ્ટન), તાહલિયા મેકગ્રા, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહેમ, જ્યોર્જિયા વોલ, એનાબેલ સધરલેન્ડ, મેગન શુટ, એલિસ પેરી, બેથ મૂની, ફોબી લિચફિલ્ડ, અલાના કિંગ, ગ્રેસ હેરિસ, લ્યુસી હેમિલ્ટન, કિમ ગાર્થ, નિકોલા કેરી.

FIFA વર્લ્ડ કપમાં રોનાલ્ડોની 20 વર્ષની રાહ પૂરી, નોકઆઉટમાં પહેલીવાર ગોલ કરીને રચ્યો ઈતિહાસ

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">