Breaking News : અજિંક્ય રહાણેએ યશસ્વી જયસ્વાલને પ્રતિબંધથી કેવી રીતે બચાવ્યો ? આ અનુભવી ખેલાડીએ વર્ષો પછી પોતાનું મૌન તોડ્યું

વર્ષ 2022ના દલીપ ટ્રોફી ફાઈનલમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અજિક્ય રહાણે યશસ્વી જયસ્વાલને મેદાનની બહાર મોકલ્યો હતો. જેના પર હવે મોટો ખુલાસો થયો છે.

Breaking News : અજિંક્ય રહાણેએ યશસ્વી જયસ્વાલને પ્રતિબંધથી કેવી રીતે બચાવ્યો ? આ અનુભવી ખેલાડીએ વર્ષો પછી પોતાનું મૌન તોડ્યું
| Updated on: Aug 09, 2026 | 9:49 AM

ભારતીય ક્રિકેટમાં અજિક્ય રહાણે અને યશસ્વી જયસ્વાલના સંબંધોની હંમેશા ચર્ચા રહી છે. એક બાજુ મુંબઈને અનેક ટ્રોફીઓ જીતાડનાર ભારતનો દિગ્ગજ રહાણે છે. તો બીજી બાજુ એક ભારતીય ક્રિકેટનો સ્ટાર ખેલાડી યશસ્વી જ્યસ્વાલ છે. હાલમાં અજિક્ય રહાણે વર્ષ 2022ની દલીપ ટ્રોફીની ફાઈનલની ઘટના પર મોટો ખુલાસો કર્યો છે. જ્યારે તેમણે જયસ્વાલને મેદાનની બહાર મોકલ્યો હતો. રહાણેએ દાવો કર્યો કે, તેના મોટા પગલાએ યશસ્વી જ્યસ્વાલને 4 મેચના પ્રતિબંધથી બચાવ્યો હતો.

રહાણે કડક પગલું લીધું

દલીપ ટ્રોફી 2022ની ફાઈનલમાં વેસ્ટ ઝોનના કેપ્ટન રહાણે યશસ્વી જયસ્વાલને સાઉથ ઝોનના ખેલાડી ટી રવિ તેજાની સાથે સતત સ્લેઝિંગ કરવા પર મેદાનમાંથી બહાર મોકલ્યો હતો. અમ્યારની ચેતવણીઓ છતાં વાત ન બની તો રહાણે કડક પગલું લીધું હતુ. ત્યારે જયસ્વાલ સતત રવિ તેજાને ઉકસાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જેનાથી મેચનું વાતાવરણ ગરમાયું હતુ. બેટ્સમેન તરફથી વારંવાર ફરિયાદ કરવામાં આવ્યા બાદ રહાણે આ પગલું લીધું હતુ. આ ઘટના તે સમયે ખુબ ચર્ચામાં રહી હતી.

હાલમાં અજિક્ય રહાણેએ એક મીડિયા રિપોર્ટના ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. રમતમાં સ્લેજિંગ થાય છે અને આ મજેદાર પણ છે. પરંતુ મને લાગ્યું કે, સ્થિતિ હાથમાંથી નીકળી રહી હતી. મેચ રેફરી 4 મેચના પ્રતિબંધ લેટર લઈ તૈયાર બેઠો હતો. તેમણે મને આવીને કહ્યું લેટર તૈયાર છે કારણ કે, તે ખુદ તારા ખેલાડીને સજા આપી . આ માટે ફાડી રહ્યો છું. તેમણે મારી સામે લેટર ફાડ્યો હતો. મને ખુશી થઈ કે, યશસ્વીએ પ્રતિંબધનો સામનો કરવો પડ્યો ન હતો. તે આજે ભારત માટે રમી રહ્યો છે.

રહાણેએ યશસ્વી જ્યસ્વાલને શું કહ્યું ?

રહાણેનું માનવું છે કે, તે સમયે જયસ્વાલને તેના નિર્ણયનું ખોટું લાગ્યું હતુ. ભૂલ કોઈ પણની હોય શકે છે પરંતુ એક ખેલાડીના રુપમાં તમારે મર્યાદા રાખવાની હોય છે. જો તેને મારા નિર્ણયનું ખોટું લાગ્યું તો ઠીક છે. પરંતુ તે સમયે તેના કરિયર માટે આ યોગ્ય ન હતુ. મે તેને માત્ર એટલું કહ્યું હતુ કે, થોડા સમય બહાર રહી માથા પર બરફ રાખી શાંત થઈ પછી ફરી મેદાન પર આવ.

આ મેચમાં વેસ્ટ ઝોને જીત મેળવી હતી. યશસ્વી જ્યસ્વાલે 265 રનની ઈનિગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2023માં તેમણે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ. હાલમાં તે ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી પણ છે.

ટીમ ઈન્ડિયાના ‘સુપરસ્ટાર’ના પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.