Breaking News : CSK, MI અને KKRના ખાસ ક્લબમાં એક નવી ટીમ જોડાશે, IPL 2026માં ઇતિહાસ રચાશે

રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતની સાથે આઈપીએલ 2026ની પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજસ્થાન રોયલ્સ ચોથી અને છેલ્લી ટીમના રુપમાં નોકઆઉટમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ,ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા જ ક્વોલિફાય કરી ચૂકી છે.

Breaking News : CSK, MI અને KKRના ખાસ ક્લબમાં એક નવી ટીમ જોડાશે, IPL 2026માં ઇતિહાસ રચાશે
| Updated on: May 25, 2026 | 8:32 AM

આઈપીએલ 2026 હવે સૌથી રોમાંચક મેચમાં આવી ચૂકી છે. પ્લેઓફનું ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. હવે નવી ચેમ્પિયન ટીમની રાહ જોવામાં આવી રહી છે. આ વખત નક્કી થઈ ચૂક્યું છે કે,આઈપીએલમાં કોઈ નવી ચેમ્પિયન મળશે નહી. આ વખતે જે પણ ટીમ આઈપીએલની ટ્રોફી જીતશે. તેનો બીજો ખિતાબ હશે. આનો મતલબ એ થયો કે, હવે ચેન્નાઈ સુપર કિંગ્સ,મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના આ ખાસ ક્લબમાં એક નવી ટીમની એન્ટ્રી નક્કી છે. જેમણે આઈપીએલ ટ્રોફી એકથી વધારે વખત જીતી હોય.

આઈપીએલમાં ઈતિહાસ બનશે

24મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ જીત નોંધાયા બાદ રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં ચોથું અને છેલ્લું સ્થાન પાક્કું કર્યું છે. આ સાથે રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ,ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે નોકઆઉટમાં એન્ટ્રી કરી છે. રસપ્રદ વાત એ છે કે, પ્લેઓફમાં પહોંચેલી ટીમો પહેલા માત્ર 1-1 વખત ખિતાબ જીત્યો છે. ત્યારેએ નક્કી થયું છે કે, આઈપીએલ 2026 બાદ લીગમાં એક નવી 2 વખતની ચેમ્પિયન ટીમ મળશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી 2025માં પોતાનો પહેલો ખિતાબ જીત્યો હતો. આ વખતે શાનદાર પ્રદર્શન કરી લીગ સ્ટેજમાં ટોપ પર રહી છે. ગુજરાત ટાઈટન્સ 2022ની ચેમ્પિયન ટીમ છે અને તેમણે ચોથી વખત પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે 2016માં આરસીબીને હરાવી ટ્રોફી જીતી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સે 2008માં કેપ્ટન શેન વોર્નની કેપ્ટનશીપમાં પહેલી આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી હતી. હવે આ ચારે ટીમમાંથી જે ટીમ ટ્રોફી જીતશે. તેબીજી વખત આઈપીએલ ચેમ્પિયન બનશે.

આરસીબીએ વધુ એક રેકોર્ડ પોતાને નામ બનાવ્યો છે. ટીમે આઈપીએલના ઈતિહાસમાં 11મી વખત પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે. આ મામલે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી છે. સૌથી વધારે 12 વખત ટોપ-4માં પહોંચવાનો રેકોર્ડ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે છે.સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા 8-8 વખત રાજસ્થાન રોયલ્સ 7 વખત, દિલ્હી કેપિટલ્સ 6 વખત અને ગુજરાત ટાઈટન્સ 4 વખત પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us