Breaking News : જર્મન મોડેલે કહ્યું, વિરાટને બદનામ કરવાની મળી હતી ઓફર

Lizlaz on Virat Kohli : જર્મન મોડલ લિઝલાઝ ત્યારે ચર્ચામાં આવી જ્યારે વિરાટ કોહલીએ તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લાઈક કરી હતી. હવે તેમણે ખુલાસો કર્યો છે કે, તેને વિરાટ કોહલી વિરુદ્ધ બોલવાના પૈસા આપવામાં આવ્યા હતા.

Breaking News : જર્મન મોડેલે કહ્યું, વિરાટને બદનામ કરવાની મળી હતી ઓફર
| Updated on: May 12, 2026 | 11:52 AM

જર્મનીની મોડલ લિઝલાઝે વિરાટ કોહલીને લઈ મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, વિરાટ કોહલી વિરુદ્ધ બોલી તેને બદનામ કરવાના પૈસા ઓફર કરવામાં આવ્યા હતા. લિઝલાઝે આ ખુલાસો ઈન્ટરવ્યુમાં કર્યો છે. લિઝલાઝે આવું ત્યારે કહેવામાં આવ્યું હતુ. જ્યારે આ વર્ષની શરુઆતમાં ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીએ તેનો ફોટો લાઈક કર્યો હતો અને તે ચર્ચાનો વિષય બન્યો હતો. વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારો ક્રિકેટર છે. તેના 273 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની દરેક અપટેડ પર ચાહકોની નજર હોય છે.

વિરાટને બદનામ કરવાની મળી હતી ઓફર

લિઝલાઝે ફિલ્મીમંત્રાને આફેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, ફોટો લાઈક કરવાની ઘટના બાદ તેને દેશના અનેક મીડિયા આઉટલેટે સંપર્ક કર્યો હતો. વિરાટ કોહલી વિરુદ્ધ બોલવાનું કહ્યું હતુ. મને તેની નેગેટિવ પબ્લિસીટિ કરવા માટે પૈસા ઓફર કરવામાં આવ્યા હતા. પરંતુ જર્મન મોડલે આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેમણે કહ્યું કે, વિરાટ કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે. તે ક્યારેય તેના વિરુદ્ધ બોલી શકશે નહી. લિઝલાલે એ પણ કહ્યું કે, જ્યારે વિરાટે તેની ઈન્ટસ્ટાગ્રામ રીલ લાઈક કરી હતી. ત્યારે તે ખુબ ઈમોશનલ થઈ હતી. આ સાથે ચોંકી ગઈ હતી.

 

 

 

એશિયાના મેસી અને રોનાલ્ડો છે વિરાટ

લિઝલાઝે કહ્યું કે, વિરાટ કોહલી એશિયાનો મેસી અને રોનાલ્ડો છે. તેમણે આવું વિરાટ કોહલીની લોકપ્રિયતા અને તેના પ્રભાવને જોઈ કહ્યું છે. તેમણે કહ્યું કે, અહી વિરાટ કોહલી સાથે જોડાયેલી નાની વાત પણ ચર્ચામાં આવી જાય છે. જે રીતે તેનો ક્રેઝ,પાવર અને ફેન ફોલોઈંગ છે વિરાટના વખાણ દુનિયાભરના લોકો કરે છે.

જર્મન ઈન્ફ્લુઅન્સરે લિઝલાઝ કોણ છે?

લિઝલાઝ એક જર્મન સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર, ટ્રાવેલ વ્લોગર, ફૂડી અને સિંગર છે. તેને સાઉથ આફ્રિકા સાથે પણ ખાસ કનેક્શન છે. તે મુખ્યત્વે ટ્રાવેલ અને કલ્ચર વ્લોગ બનાવે છે. ભારતમાં તેની મજબૂત ફેન ફોલોઇંગ છે, જે ભારતીય સંસ્કૃતિ, સ્ટ્રીટ ફૂડ, શહેરો (જેમ કે મુંબઈ, બેંગલુરુ, ગોવા, દિલ્હી, હરિયાણા) અને લોકો સાથે સંબંધિત અનુભવો દર્શાવે છે. આ જ કારણ છે કે તે ધીમે ધીમે ભારતમાં લોકોના દિલ જીતી રહી છે. ભારત ઉપરાંત, તે ક્ષિણ આફ્રિકા, કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, નેપાળ, થાઇલેન્ડ અને માલદીવ સહિત અનેક દેશોમાં પ્રવાસ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 400,000 થી વધુ ફોલોઅર્સ છે.

 

Breaking News : વિરાટ કોહલીએ ઇન્ફ્લુઅન્સરનો ફોટો લાઈક કરતા મચી ગઈ બબાલ અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.