
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં સતત ખેલાડીઓ દ્વારા પ્રોટોકોલનું ઉલ્લંધન કરવાથી લઈ બીસીસીઆઈ તરફથી 8 પન્નાની ગાઈડલાઈન તમામ ફ્રેન્ચાઈઝી દ્વારા જાહેર કરવામાં આવી છે. આની પાછળનું મોટું કારણ ઈ-સિગારેટને પણ માનવામાં આવી રહ્યું છે. જેમાં પહેલા ડ્રેસિંગ રુમની અંદર રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન રિયાન પરાગને વાઈસ કેપ્ટન આને ઈ સિગારેટ પીતા જોવા મળ્યો હતો. ત્યારબાદ પંજાબ કિંગ્સની તરફથી રમતા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ફ્લાઈટની અંદ વેપ કરતો વીડિયો વાયરલથઈ રહ્યો છે. પરાગના મામલે બીસીસીઆઈએ એક્શન તો લીધું હતુ પરંતુ ચહલના મામલા પર અત્યારસુધી કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ નવિદેન સામે આવ્યું નથી. તો આને લઈ પૂર્વ ભારતીય ખેલાડી લક્ષ્મણ શિવરામકૃષ્ણનનું રિએક્શન સામે આવ્યું છે. જેમાં તેમણે મોટી પ્રતિક્રિયા પણ આપી છે.
યુઝવેન્દ્ર ચહલનો ફલાઈટની અંદર વેપ કરતો જે વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વાયરલ ક્લિપમાં અર્શદીપ સિંહના પોડકાસ્ટ સાથે જોડાયેલો કહેવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારસુધી એજન્સી તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર મામલાને લઈ લક્ષ્મણ શિવરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે, દેશમાં જો વેપ પર પ્રતિબંધ છે. તો આ લોકોએ એવું કર્યું છે. તો તેને જેલમાં મોકલવા જોઈએ,જો કાયદો લાગુ ન થાય તો તેનો શું અર્થ છે? આ કિસ્સામાં 25% દંડ એ સજા છે. જો કોઈ સામાન્ય વ્યક્તિએ આવું કર્યું હોય, તો તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવશે?
આઈપીએલ ફ્રેન્ચાઈઝીને બીસીસીઆઈ તરફથી જાહેર કરેલી 8 પન્નાની ગાઈડલાઈનમાં ઈ-સિગારેટને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડ તરફથી એ બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે, ઈ સિગારેટ અને તમામ પ્રતિબંધિત પદાર્થ ટીમ ડ્રેસિંગ રુમ કે પછી પ્રેક્ટિસ વિસ્તાર અને ટીમ હોટલમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. જો કોઈ આવું આ નિયમના ઉલ્લંધન કરે છે તો. તે ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.