AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IPL 2026માં 150 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરનાર ખેલાડીની ભારતીય ટીમમાં એન્ટ્રી

ODI Tri-Series : ઈન્ડિયા એની ટીમ માટે શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય સીરિઝ અત્યાર સુધી ભારત A ટીમ માટે ખાસ સફળ રહી નથી. આ દરમિયાન, ટીમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને એક ખેલાડી શ્રીલંકા જઈ રહ્યો છે.

Breaking News : IPL 2026માં 150 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરનાર ખેલાડીની ભારતીય ટીમમાં એન્ટ્રી
| Updated on: Jun 16, 2026 | 8:44 AM
Share

ઈન્ડિયા એની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં વનડે ટ્રાય સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યારસુધી કાંઈ ખાસ રહ્યું નથી. 3માંથી 2 મેચ ગુમાવી ચુકી છે. ત્યારે હવેની મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી રહેશે. આ મેચ પહેલા ઈન્ડિયા એના સ્કવોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત ખેલાડી યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટને પસંદ કર્યો છે. જે ટુંક સમયમાં શ્રીલંકા માટે રવાના થશે.

ઈન્ડિયા એ સ્કવોડ માટે નવા ખેલાડીની એન્ટ્રી

પોતાની તોફાની સ્પીડથી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવનાર 23 વર્ષના ફાસ્ટ બોલર અશોક શર્માના કરિયરમાં એક નવો અધ્યાય શરુ થશે. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન છોડી ગુજરાતમાં આવનાર આ યુવા સ્પીડસ્ટારને શ્રીલંકામાં રમાઈ રહેલી સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશોકને આ તક ઈજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટના રુપે મળી છે.

રિપોર્ટ મુજબ અશોક શર્મા આજે સવારે કોલંબો માટે રવાના થયો છે. દાંબુલામાં ઈન્ડિયા એ ટીમ સાથે જોડાશે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝમાં ભારત એ સિવાય શ્રીલંકા એ અને અફઘાનિસ્તાન એ ટીમ ભાગ લઈ રહી છે. તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને સોમવારના રોજ શ્રીલંકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ 17 જૂનના રોજ અફઘાનિસ્તાન એ વિરુદ્ધ રમાનારી મેચ ભારત માટે કરો યા મરો જેવી બનીને રહેશે. ત્યારે અશોકની સ્પીડ ભારતીય બોલિંગને નવી ધાર આપી શકે છે.

IPL 2026માં 150+ Kphની સ્પીડ ચર્ચામાં આવી

અશોક શર્માએ હાલમાં આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સ દ્વારા રમતા પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે. તેમણે ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 6 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે એક બોલ 154.2 કિમી/કલાકની સ્પીડથી ફેક્યો હતો. ગુજરાત ટાઈટન્સે તેમને ઓક્શનમાં 90 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. હવે તેની પાસે ભારતીય જર્સીમાં ધમાલ મચાવવાની તક છે.

IPL 2026નો સૌથી ફાસ્ટ બોલ ફેંકી ફાસ્ટ બોલરનો રેકોર્ડ તોડનાર ખેડૂતના દીકરાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">