AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો

Breaking News : દિલ્લી કેપિટલ્સ અને બંગાળ ટીમના વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલની મુશ્કેલી વધી ગઈછે. કોલકાત્તા હાઈકોર્ટે તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેના પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે.

Breaking News : બળાત્કાર અને ધમકીના આરોપી ક્રિકેટરની ધરપકડ કરાશે, હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો
Image Credit source: PTI
| Updated on: Jul 20, 2026 | 9:41 AM
Share

ભારતીય ક્રિકેટ જગતમાં એક ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્લી કેપિટલ્સ માટે રમનાર યુવા વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલ કાનુની સંકટમાં ફસાયો છે. કોલકત્તા હાઈકોર્ટે એક મોટું પગલું લેતા પોલીસને આ ક્રિકેટરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, ગત્ત મહિને એક મહિલાએ તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, ક્રિકેટરે લગ્નનું ખોટું વચન આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સાથે મહિલાએ તેના પર મારપીટ કરવાનો તેમજ આપરાધિક રુપથી ડરાવવા તમેજ ધમકાવવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો.

અભિષેક પોરેલની મુશ્કેલી વધી

અભિષેક પોરેલ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં તેના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. મામલાની ગંભીરતાને જોતા કોલકત્તા હાઈકોર્ટે પોલીસ પ્રશાસનને જલ્દી આ આરોપી ખેલાડીને ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે માત્ર ધરપકડનો આદેશ આપ્યો નથી પરંતુ સાથે પોલીસને અભિષેક પોરેલના તમામ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ અને ડિવાઈસને જપ્ત કરવાનું કહ્યું છે.

પીડિતાની ગોપનીયતા સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે કોર્ટે આ આદેશ જાહેર કર્યો છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ ગુનાહિત ડેટા અથવા સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ પર શેર થતી અટકાવી શકાય. કોર્ટે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તપાસ અધિકારીઓને ઝડપથી કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જાણકારી મુજબ આ હાઈ પ્રોફાઈલ મામલે આગામી સુનાવણી હવે 11 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે. જ્યાં પોલીસે તપાસ અને અત્યાર સુધી લેવાયેલા પગલાંનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. આ ગંભીર બાબતએ અભિષેક પોરેલની ક્રિકેટ કારકિર્દી પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

અભિષેક પોરેલનું કરિયર

23 વર્ષના અભિષેક પોરેલે પોતાના કરિયરમાં અત્યારસુધી 32 ફર્સ્ટ ક્લાસ અને 23 લિસ્ટ એ મેચ રમી છે. આ સિવાય તે વર્ષ 2023થી આઈપીએલનો ભાગ છે. તે પહેલી સીઝનથી દિલ્હી કેપિટિલ્સ માટે રમે છે. અત્યારસુધી 35 આઈપીએલ મેચનો ભાગ રહ્યો છે.

Breaking News: લોર્ડ્સમાં ભારતીય બોલરોની થઈ બરાબરની ધોલાઈ, બેન ડકેટ અને જેકબ બેથેલની જોડી સામે વિકેટ માટે તરસ્યા બોલર્સ અહી ક્લિક કરો

Follow Us
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
g clip-path="url(#clip0_868_265)">