Breaking News : મધ્યમ વર્ગ પરિવારની અવની ચાવડાનું અંડર-19માં BCCI દ્વારા સિલેક્શન થયું

ક્રિકેટનો આજ-કાલ ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. પછી તે આઈપીએલ હોય કે અન્ય કોઈ મેચ હોય, ક્રિકેટના ચાહકો મોટી સંખ્યામાં છે. આ સાથે ખેલાડીઓ પણ ક્રિકેટમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. બોટાદની દીકરી અવની હવે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરશે.

Breaking News : મધ્યમ વર્ગ પરિવારની અવની ચાવડાનું અંડર-19માં BCCI દ્વારા સિલેક્શન થયું
| Edited By: | Updated on: Jun 15, 2026 | 9:15 AM

બોટાદ શહેરની મધ્યમ વર્ગ પરિવારની અવની ચાવડા કે જેમનું અંડર-19 માં બીસીસીઆઈ દ્વારા સિલેક્શન થયું છે. જેને પરિવાર સહિત પોતાના સગા વાલા તેમજ બોટાદ જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ કહી શકાય જે પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી અવનીની એકમાત્ર પસંદગી થઈ છે. જે આગામી દિવસોમાં અંડર19 મહિલા વુમન્સ ટીમમાંથી શ્રીલંકા ખાતે 22 જૂન ના રોજ રમવા જશે. અવની દ્રારા પોતાના આ સિલેક્શન ને લઈ પરિવાર તેમજ કોચ દ્રારા ખૂબ સહયોગ આપ્યો હોવાની વાત કરી હતી.

બોટાદની દીકરીનો ક્રિકેટમાં ડંકો

બોટાદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ બોટાદ શહેરના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી પ્રતિભાશાળી ક્રિકેટર અવની ચાવડાની બીસીસીઆઈ દ્વારા અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અવનીની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લા અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત બની છે.અવની ચાવડાએ અભ્યાસની સાથે સતત મહેનત રમત ગમ્મત પ્રત્યેના સમર્પણના કારણે આજે આ મુકામ હાંસલ કર્યો છે. મહત્વની વાત એ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અંડર -19 મહિલા ટીમ માટે અવનીની એકમાત્ર પસંદગી થઈ છે, જે તેની પ્રતિભા અને કૌશલ્યનો પુરાવો આપે છે.

 

 

 

ભારતીય અંડર-19 મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરશે

અવનીની પસંદગીના સમાચાર મળતા જ પરિવારજનો, સગા-સંબંધીઓ, મિત્રો તેમજ ક્રિકેટપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ અવનીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા દ્વારા તેમને પુષ્પો આપી સન્માનિત કરી અભિનંદન પાઠવી છે. આગામી 22 જૂનના રોજ અવની શ્રીલંકા ખાતે યોજાનારી મેચોમાં ભારતીય અંડર-19 મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરશે. બોટાદની દીકરી હવે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનું નામ રોશન કરવા જઈ રહી છે. અવનીની આ સફળતા અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે નવી ઊર્જા અને આત્મવિશ્વાસ પૂરું પાડે છે.

અવની ચાવડા દ્રારા બોટાદના કોચ તરીકે કિરણ સોલંકીનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને અવની ચાવડા દ્રારા પોતાની આ સફળતા ને લઈ પરિવાર તેમજ કોચ દ્રારા ખૂબ સહયોગ આપ્યો હોવાની વાત કરો તો કોચ કિરણ સોલંકી દ્રારા પણ અવની ની ક્રિકેટ રમવાની રમતથી ખૂબ પ્રભાવિત હતા અને અવની જે પ્રમાણે ગ્રાઉન્ડ પર બોલિંગ કરતી જોઈ તે આ મુકામ પર પહોંચશે તેવી કોચ કિરણ સોલંકી ને આશા હતી મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતી અવની ચાવડા આજે આ મુકામ પર પહોંચતા પરિવારમાં અનેરો આનંદ અને ખુશી છે.

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. અહી ક્લિક કરો

Follow Us