
શ્રીલંકાના યુવા બેટ્સમેન સોનલ દિનુશાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવી ઈતિહાસ રચ્યો છે. તેમણે અનેક મોટા રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તેની તુલના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર સાથે કરી છે. રાજીવ શુક્લાએ કોલંબો ટેસ્ટ દરમિયાન એક પોસ્ટ કરી જેના પર વિવાદ થયો છે.
રાજીવ શુક્લાએ ગોલ ટેસ્ટ દરમિયાન સોનલના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું કે, શ્રીલંકાના સોનલ શાનદાર ખેલાડી છે. તે સચિન જેવો લાગી રહ્યો છે. તે એક સુંદર ટેસ્ટ ખેલાડી બની શકે છે. રાજીવ શુક્લાએ સોનલની તુલના સીધી સચિન સાથે કરતા ચાહકો નારાજ થયા છે. રાજીવ શુક્લાને ટ્રોલ કરી રહ્યા છે.
This Sonal of Srilanka is an amazing player. Looking like Tendulkar. Can be a wonderful test player in international cricket. @OfficialSLC
— Rajeev Shukla (@ShuklaRajiv) August 27, 2026
સોનલ દિનુશાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે ગોલ ટેસ્ટમાં સદી ફટકારી છે. ત્યારબાદ તે કોલંબોમાં પણ સદી ફટકારવાની સાથે તેમણે 2 અડધી સદી ફટકારી છે. આ સાથે તે દુનિયાનો પહેલો એવો ખેલાડી બન્યો છે. જેમણે ડેબ્યુ ટેસ્ટ સીરિઝમાં ભારત વિરુદ્ધ સતત 4 ટેસ્ટ ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસ રન બનાવ્યા છે. એટલું જ નહી 67 વર્ષ પછી એવું થયું છે. જ્યારે કોઈ ખેલાડીએ ભારત વિરુદ્ધ 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લ્સનો સ્કોર બનાવ્યો છે. સોનલ દિનુષા પહેલા આ કામ 1959માં ઈંગ્લેન્ડના કેન બૈરિગ્ટને કર્યું હતુ.
This Sonal of Srilanka is an amazing player. Looking like Tendulkar. Can be a wonderful test player in international cricket. @OfficialSLC
— Rajeev Shukla (@ShuklaRajiv) August 27, 2026
સોનલે શ્રીલંકાનો બીજો ખેલાડી છે. જેમણે ભારત વિરુદ્ધ સતત 4 ઈનિગ્સમાં ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. આ પહેલા જયવર્ધને આ કામ 2001 થી 2005ની સીરિઝમાં સાથે મળી કર્યું હતુ. તમને જણાવી દઈએ કે, ભારત વિરુદ્ધ સતત 6 ફિફટી પ્લસનો સ્કોર 3 બેટ્સમેન બની ચૂક્યો છે. જેમાં વેસ્ટઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલ, ઝિમ્બાબ્વેનો એંડી ફ્લાવર અને ઓસ્ટ્રેલિયાનો ક્રિસ રોજર્સનું નામ સામેલ છે.