Breaking News : બાબર આઝમને એક વર્ષના બાળકે ક્લીન બોલ્ડ કર્યો, જુઓ વાયરલ વીડિયો

શાહીન શાહ આફ્રિદીના એક વર્ષના પુત્ર અલિયારે બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Breaking News : બાબર આઝમને એક વર્ષના બાળકે ક્લીન બોલ્ડ કર્યો, જુઓ વાયરલ વીડિયો
| Updated on: Apr 29, 2026 | 11:09 AM

આંતકવાદી મુસ્લિમ દેશ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમની વિકેટ લેવાનું દરેક બોલરનું સપનું હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વર્ષનું બાળક બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો છે. આ એક વર્ષનું બાળક બીજું કોઈ નહી પરંતુ પાકિસ્તાની ટીમના સ્ટાર બોલર શાહીન શાહ અફરીદીનો દીકરો આલિયાર અફરીદી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પીએસએલની મેચ પહેલા બાબર આઝમ શાહીન શાહ અફરીદીના દીકરા આલિયારની સાથે રમતો જોવા મળી રહ્યો છે.

એક વર્ષના બાળકને બોલ્ડ કર્યો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાબર આઝમ આલિયારના બીજા જ બોલ પર ક્લીન બોલ્ડ થઈ જાય છે. તો આલિયારના પહેલા બોલને ડિફેન્ડ કરવામાં સફર રહે છે પરંતુ બીજા બોલ પર બાબર આઝમ ચોંકી જાય છે. આલિયારનો બોલ તેના બેટ અને પેડ વચ્ચેથી નીકળી જાય છે. અહી કોઈ સ્ટંપ હોતો નથી પરંતુ જો સ્ટંપ હોત તો બાબર આઝમ ક્લીન બોલ્ડ હતો.તમે પણ વીડિયોમાં જોઈ શકો છો કે,આલિયારે જેવી રીતે બાબરને બોલ્ડ આઉટ કર્યો.તેના પિતા શાહીનને પહેલી વખત સમજાયું નહી. જુઓ વીડિયો

 

 

 

બાબરને બોલ્ડ કરી આલિયારે જશ્ન મનાવ્યો

આલિયારને બાબરે બોલ્ડ કર્યો તો શાહીન શાહ પણ ચોંકી ગયો હતો. બાપ-દીકરો બંન્ને મળી પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. આલિયાર પણ જશ્ન મનાવવા દરમિયાન ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે પોતાની નટખટ અદાઓ સાથે જોવા મળે છે.અલિયારે બાબર આઝમને પણ ચોંકાવી દીધો હતો. આ જોઈ તે ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સુપર લીગમાંપેશાવરઝાલ્મી ટીમ તરફથી રમી રહ્યો છે. પીએસએલમાં તે ધમાલ મચાવી રહ્યો છે. તેમણે અત્યારસુધી 485 રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં અત્યારસુધી સાર્વધિક રન બનાવનાર બીજો બેટ્સમેન છે.

 

પાકિસ્તાન ક્રિકેટ ટીમનું સંચાલન PCB દ્વારા થાય છે. આ ટીમ 1952થી વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us